ઓમ બિરલા ઇચ્છે છે કે TMC પોતાનો પક્ષ રજૂ કરે અને પાર્ટીમાં બળવા અંગેની પરિસ્થિતિ સ્પષ્ટ કરે.
વિલીનીકરણની જાહેરાત
બળવાખોર તૃણમૂલ સાંસદોએ તાજેતરમાં ઉત્તર-પૂર્વમાં એક રાજકીય પક્ષ, નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા સાથે વિલીનીકરણની જાહેરાત કરી હતી. આ પક્ષ ત્રિપુરામાં એક રજિસ્ટર્ડ, અમાન્ય પક્ષ છે. જેની રચના 2022માં થઈ હતી. 2023ની ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં, પાર્ટીએ બે બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને બંને ઉમેદવારોએ તેમની જામીનગીરી ગુમાવી હતી.
બળવાથી રાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા
તૃણમૂલ કોંગ્રેસમાં થયેલા મોટા બળવાથી રાષ્ટ્રીય રાજકારણમાં એક નવી ચર્ચા શરૂ થઈ છે. મમતા બેનર્જીના 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદોએ વિભાજન કરીને ત્રિપુરામાં એક પાર્ટીમાં વિલયની જાહેરાત કરી છે. બળવાખોર ટીએમસી સાંસદ શતાબ્દી રોયના નેતૃત્વમાં, અન્ય સાંસદોએ લોકસભા સ્પીકરને મળતા પહેલા ભાજપના નેતા અને પશ્ચિમ બંગાળમાં પાર્ટીના ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી હતી.
રાજ્યસભામાંથી કેટલાના રાજીનામું ?
ગયા ગુરુવારે, પ્રકાશ ચિક બરૈક અને કોયલ મલ્લિકે તેમના રાજ્યસભા સભ્યપદેથી રાજીનામું આપ્યું. બરૈક અને કોયલ મલ્લિક પહેલાં, સુખેન્દુ શેખર રોય અને બંગાળમાંથી ચૂંટાયેલી મહિલા સાંસદ સુષ્મિતા દેવે પણ તેમના સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા પછી, સુખેન્દુ શેખરે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકાળ પર ગંભીર પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે તેમણે આરજી કાર હોસ્પિટલ બળાત્કાર અને હત્યા કેસ પછી પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો. પાર્ટી છોડ્યા પછી, સુષ્મિતા દેવે તેમના ગૃહ રાજ્ય આસામમાં રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો.
આ પણ વાંચોઃ 'પીએમ મોદી શાંત, સંયમિત અને પ્રભાવશાળી છે, હું એવો નથી', Donald Trumpએ G7 સમિટમાં PM Modiની કરી પ્રશંસા













