તેજ પ્રતાપ યાદવે પત્રકાર પરિષદ યોજીને પ્રદીપ નિષાદની VVIP પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. તેજ પ્રતાપ યાદવ હાલમાં પટનામાં છે અને તેમના નજીકના નેતાઓ સાથે રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. તેજ પ્રતાપ યાદવે કહ્યું, VIP પાર્ટીનો ઢોંગ કરનાર જે ફરતો રહે છે, તે વાસ્તવિક VVIP પ્રદીપ નિષાદ છે જેનો નિષાદ સમુદાયમાં દબદબો છે.
તેજ પ્રતાપ યાદવ અને પ્રદીપ નિષાદ એકસાથે
બિહારના રાજકારણમાં વધુ એક નવું ગઠબંધન રચાયું છે. RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને હસનપુરના ધારાસભ્ય તેજ પ્રતાપ યાદવે પ્રદીપ નિષાદ સાથે મળીને બિહારના રાજકારણમાં એક નવો મોરચો ખોલ્યો છે. તેજ પ્રતાપે જણાવ્યુ હતુ કે, જ્યારે તેઓ ગામડાઓમાં ગયા, ત્યારે અમે જોયું કે અડધું ગામ ડૂબી ગયું હતું, પશુઓના મૃત્યુ થયા છે. ત્યાં પણ સારી સંખ્યામાં નિષાદ હતા." તેમણે આગળ કહ્યું, "આગળની લડાઈ પડકારજનક છે. ઘણા લોકો ઇચ્છે છે કે આપણે આતંરિક વિગ્રહ કરીએ. અમે RJD અને કોંગ્રેસને પણ ગઠબંધનમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. બધા જોડાશે, જે અમારી મજાક ઉડાવશે તેઓ હવામાં ઉડી જશે.
ચૂંટણી મેદાનમાં જનતાનું મત ખબર પડશેઃ તેજ પ્રતાપ
તેજ પ્રતાપે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો પોતાનો મુદ્દો પુનરાવર્તિત કર્યો. તેજ પ્રતાપે કહ્યું, અમે ફક્ત એક જ બેઠક પરથી ચૂંટણી લડીશું. બધા જાણે છે કે પહેલા રસ્તો કેટલો ખરાબ હતો. અમે હોસ્પિટલ બનાવી અને એમ્બ્યુલન્સ આપી. ટીમ તેજ પ્રતાપ એક સંગઠન છે અને અમે સ્વતંત્ર રીતે ચૂંટણી લડીશું. અમને VVIP જેવા અન્ય પક્ષોનો ટેકો છે. તેજસ્વી યાદવ મહુઆથી ચૂંટણી લડશે નહીં. કોઈ જો અને પરંતુ ન કરો. પણ તે પાણીમાં તરે છે. તેજ પ્રતાપ યાદવે SIR પર કહ્યું હતુ કે, EC જાણે છે કે શું થઈ રહ્યું છે અને શું નથી થઇ રહ્યુ. તેજસ્વી યાદવ વિશે તેમણે કહ્યું, તમારા માટે આશીર્વાદ તેજસ્વી. આગળ વધો. તમે યુવાન છો. તેમણે છેલ્લે કહ્યું કે, જ્યારે તમે મેદાનમાં જશો ત્યારે જ આપણને ખબર પડશે કે કોનો શુ મત છે. હું કોઈની વિરુદ્ધ નથી. તેજ પ્રતાપ યાદવે કહ્યું કે, બધા જાણે છે કે મારી સાથે અન્યાય થયો છે. હું કોઈ પર ટિપ્પણી કરીશ નહીં. એક જનપ્રતિનિધિએ જમીન સાથે જોડાવું જોઈએ અને જનતાને તેમના સુખ-દુ:ખમાં ટેકો આપવો જોઈએ, અને હું પણ તે જ કરીશ.