ચોમાસુ સત્ર 2025 દરમિયાન સંસદમાં પીએમ મોદીએ સંબોધન કર્યુ છે. પીએમ મોદીએ ભારતના વિજયોત્સવનું સત્ર ગણાવ્યુ છે. તો સાથે જ જણાવ્યુ છે કે આ દેશ માટે ગૌરવની ક્ષણ છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે, હું સંસદમાં ભારતનો પક્ષ મુકવા માટે આવ્યો છું. 'ઓપરેશન સિંદૂર'ની પ્રશંસા કરવાની સાથે તેઓએ વિપક્ષ પર કટાક્ષ પણ કર્યો હતો. પીએમે કહ્યુ હતુ કે, ષડયંત્રકારીઓની ઉંઘ અમે ઉડાવી છે.


સેનાની કાર્યવાહીથી દેશવાસીઓની જીતઃ પીએમ મોદી

પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, સેનાને અમે સંપૂર્ણ છૂટ આપી હતી. સેનાની જીતની સાથે આ દેશવાસીઓની ઇચ્છાશક્તિની પણ જીત છે. પાકિસ્તાનની ન્યૂક્લિયર ધમકીઓની અમે અવગણના કરી અને આગળ વધ્યા. દેશને ગર્વ છે કે આતંકીઓનો સફાયો થયો છે. 'ઓપરેશન સિંદૂર' દરમિયાન દુશ્મન દેશના એયરબેસને મોટું નુકસાન કરવામાં આવ્યુ અને આતંકીઓના ઠેકાણા ધ્વસ્ત કરાયા હતા. પીએમ મોદીએ લોકસભામાં 'આત્મનિર્ભર ભારત'નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ જણાવ્યુ હતુ કે, દુનિયાએ પ્રથમ વખત 'આત્મનિર્ભર ભારત'ની તાકાત જોઇ છે. આતંકના આકાઓએ અગાઉ જોયુ કે વિચાર્યુપણ નહી હોય કે આ રીતે કોઇ હુમલો કરી શકે છે. 

ત્રણેય સેનાના પાંખની પ્રશંસા

આતંકના આકાઓએ વિચાર્યુ ન હતુ કે ભારત આવશે અને આવી રીતે મારીને જતુ રહેશે. ભારતની ત્રણેય સેનાએ મળીને પાકિસ્તાનના હોંશ ઉડાવ્યા હતા. દુનિયાના તમામ દેશોએ ભારતનું સમર્થન કર્યુ હતુ. અને પ્રશંસા કરી હતી. જો ભવિષ્યમાં ફરી કોઇ આવો આતંકી હુમલો થયો તો ભારત પોતાની રીતે જવાબ આપશે. કોઇપણ દેશે ભારતને કાર્યવાહી કરતા રોક્યુ નથી. સેનાએ જે લક્ષ્ય નક્કી કર્યુ હતુ. તે પૂર્ણ કરવામાં આવ્યુ હતુ.

કૉંગ્રેસ પર પીએમ મોદીના પ્રહાર 

ભારતને કૉંગ્રેસનું સમર્થન ન મળ્યુ. કૉંગ્રેસ હજુ પૂછે કે ક્યાં છે 56 ઇંચની છાતી. આતંકી હુમલાના 3-4 દિવસ બાદ કૉંગ્રેસ વિરોધ કરવાના મૂડમાં હતી. કૉંગ્રેસના પ્રશ્નો અને ટીકાઓ સેનાનું મનોબળ ઓછુ કરે છે. વિપક્ષને સેનાના સત્ય કરતા પાકિસ્તાનના જુઠાણાં પર વધુ ભરોસો છે. ભારતનું વલણ હમેંશા સ્પષ્ટ રહ્યુ છે. કૉંગ્રેસ પહલગામ જેવા આતંકી હુમલાઓ પર પણ રાજનીતિ કરે છે. તેઓ મારા પર પણ કટાક્ષ કરે છે. અને નિશાન સાધે છે. 

રાહુલ ગાંધી પર કટાક્ષ

રાહુલ ગાંધીના પ્રશ્નો પર પીએમ મોદીએ આપ્યો સટીક જવાબ. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, પાકિસ્તાને યુદ્ધ વિરામ કરવા માટે વિનંતી કરી હતી. પાકિસ્તાનના ડીજીએમઓએ ફોન કર્યો હતો. ભારતીય સેનાની મિસાઇલોએ દુશ્મન દેશને ઘૂંટણીયે પડવા માટે મજબૂર કર્યુ હતુ. ભારતે પાકિસ્તાનને એવા જડબાતોડ જવાબ આપ્યા છે કે તે પેઢીઓ સુધી ભૂલી નહી શકે. દુશ્મન દેશની કલ્પના શક્તિઓની બહાર ભારતે હુમલાઓ કર્યા છે. વિપક્ષ પાપ પ્રપંચનો પ્રવક્તા બન્યુ છે. કૉંગ્રેસ માત્ર પાકિસ્તાનના મુદ્દાઓ પર ધ્યાન આપે છે. વિપક્ષે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા પણ સેના પાસે માગ્યા હતા. જે શરમજનક બાબત છે. 

હંગામેદાર ચોમાસુ સત્ર 2025 

ચોમાસુ સત્ર 2025 દરમિયાન પક્ષ-વિપક્ષ વચ્ચે જોરદાર ઘમાસાણ જોવા મળ્યુ હતુ. સંસદમાં 'ઓપરેશન સિંદૂર' મામલે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન વિદેશમંત્રી એસ.જયશંકર, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યુ હતુ. 


  • Follow us on: