લોકસભામાં આજે 12 વાગે ઓપરેશન સિંદૂર પર ચર્ચા થવાની હતી. સદન શરૂ પણ થયુ પરંતુ વિપક્ષે હોબાળો કરતા એક વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.
વિપક્ષ ચર્ચાથી ભાગી રહ્યું છે- કિરણ રિજિજૂ
કિરણ રિજિજૂએ કહ્યું કે આ રીતે અચાનક ચર્ચાથી દૂર ભાગવુ યોગ્ય નથી. વિપક્ષ પોતાની વાતથી પલટી ગયું. ચર્ચાના 10 મિનિટ પહેલા વિપક્ષે શરતો મૂકી. વિપક્ષને પાકિસ્તાનની ભાષા નથી બોલવાની. તેમણે વધુમાં જણાવ્યું કે ઓપરેશન સિંદૂર બાદ તેઓએ SIR પર ચર્ચા કરવાની માગ કરી. અમે તો ઓપરેશન સિંદૂર પર ચર્ચ કરવા તૈયાર જ છીએ. પરંતુ વિપક્ષ ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવાથી ભાગી રહ્યું છે. અચાનક ચર્ચાના 10 મિનિટ પહેલા તેઓ શરતો લઇને આવ્યા જે યોગ્ય નથી. નક્કી તો કર્યુ જ હતુ કે 16 કલાક ચર્ચા થશે. અમે તૈયાર હતા પરંતુ વિપક્ષ ચર્ચાથી ભાગી રહ્યું છે.
Also Read
Parliament Monsoon Session 2025: રોડ-રસ્તા પર વર્તન કરતા હોવ તેમ...સ્પીકરે વિપક્ષને ચેતવ્યું, હોબાળો થતા કાર્યવાહી સ્થગિત
Parliament Monsoon Session 2025: સરકાર દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર, બોલ્યા રાજનાથ સિંહ, વિપક્ષે કર્યુ વોકઆઉટ
Monsoon Session Of Parliament: સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ, જાણો ભારત સરકાર એક કલાકની કાર્યવાહી પાછળ કેટલો ખર્ચ કરે છે?
શું બોલ્યા લોકસભા સ્પીકર ?
લોકસભાની કાર્યવાહી સ્થગિત કરતા પહેલા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે વિપક્ષી સભ્યો જાણી જોઇને સદનની કાર્યવાહીમાં અડચણ ઉભી કરે છે. તેમણે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને અનુરોધ કર્યો કે તેઓ પોતાની પાર્ટીના સભ્યોને પોસ્ટર ન દેખાડવાનું કહે. આ પ્રકારનુ વિરોધ પ્રદર્શન સદનની ગરિમાને નુકસાન પહોંચાડે છે. સભ્યોને પ્રશ્નોત્તરી કાળમાં બોલવામાં આવી રહ્યા છે અને દેશની જનતા બધુ જોઇ રહી છે. સદનની કાર્યવાહી જાણી જોઇને બાધિત કરી રહ્યા છે.
વિપક્ષની માગનો સરકારે કર્યો હતો સ્વીકાર
ઉલ્લેખનીય છે કે નક્કી કરવામાં આવ્યું હતું કે સદનમાં 16 કલાક ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા થશે. વિપક્ષી સાંસદોની માગને લઇને એક સપ્તાહનું સત્ર આયોજિત કરાયુ હતું, 28 અને 29 જુલાઇના રોજ લોકસભા અને રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા થશે. રાજ્યસભામાં 9 અને લોકસભામાં 16 કલાક એમ કરીને 25 કલાક ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા કરવા માટે ફાળવાયા હતા. પરંતુ વિપક્ષ દ્વારા ખરા સમયે જ હોબાળો કરાતા સદનની કાર્યવાહી આજે બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.










