બિહાર વિધાનસભા ચૂંટણી 2025 પહેલા આરજેડીમાં મોટાપાયે ઉથલ-પાથલ સર્જાઇ છે. રાજકીય ભૂકંપ વચ્ચે ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. તેજ પ્રતાપ યાદવના એલાન-એ-જંગથી લાલૂ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ અને અન્ય નેતાઓની ઉંઘ ઉડી ગઇ છે. તેજ પ્રતાપ બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહુઆથી મેદાને ઉતરશે. 


તેજ પ્રતાપ નવી પાર્ટી બનાવશે ?

તેજ પ્રતાપ યાદવની ટીમે આગામી 31 જુલાઇના રોજ વૈશાલી જિલ્લાના મહુઆમાં કાર્યક્રમ યોજ્યો છે. જેના પર આરજેડીની નજર છે. કાર્યક્રમ પહેલા તેજ પ્રતાપ યાદવે પોતાની ટોપીનો રંગ પણ બદલ્યો છે. લીલામાંથી પીળા રંગની ટોપી પોતાના માથા પર સજાવી છે. તેજ પ્રતાપે સોશિયલ મીડિયા પર જણાવ્યુ છે કે, તેજ પ્રતાપના બેનર હેઠળ પણ લોકો ચૂંટણી લડશે. તેજ પ્રતાપ યાદવ કિંગમેકરની ભૂમિકામાં જોવા મળવાની શક્યતાઓ વર્તાઇ રહી છે. આ જાહેરાત બાદ ધારાસભ્ય મુકેશ રોશન પરેશાન છે. સાથે જ અન્ય નેતાઓ પણ ચિંતામાં મુકાયા છે. તેજ પ્રતાપ હસનપુર એટલે 'H' પ્લાનથી મહુઆ એટલે 'M' પ્લાન સુધી ચૂંટણીનો વાયરો ફૂંકાશે.

તેજ પ્રતાપ યાદવના વિવાદ

તેજ પ્રતાપે પોતાના પરિવારને સોશિયલ મીડિયા પરથી અનફોલો કર્યો છે. આ પ્રકારની હરકતો દર્શાવે છે કે લાલૂ પ્રસાદ યાદવના પરિવારમાં કોઇને કોઇ અડચણ જરુર છે. તેજ પ્રતાપે આરજેડીનું હેન્ડલર પણ ડિલિટ કર્યુ છે. અનુષ્કા યાદવ સાથેના પ્રેમ સંબંધો બહાર આવ્યા પછી તેજ પ્રતાપને તેમના પરિવારમાંથી બેદખલ કરવામાં આવ્યા છે. તો સાથે જ આરજેડી પાર્ટી, સંપત્તિમાંથી પણ હલકાપટ્ટી કરાઇ છે. તેજ પ્રતાપ તેમની અંગત જિંદગી અને રાજનીતિ વચ્ચે હમેંશા ચર્ચાનો વિષય બન્યા છે. 

  • Follow us on: