બંગાળના રાજકારણમાં આજનો દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. રાજ્યમાં પહેલી વાર ભાજપની સરકાર બની છે. . ભવાનીપુરમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવનારા સુભેન્દુ અધિકારી આજે સવારે 11 વાગ્યે બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
પીએમ મોદીની હાજરીમાં શુભેન્દુ બન્યા મુખ્યમંત્રી
કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાજરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પણ શપથ ગ્રહણ સમારોહનો ભાગ બન્યા છે. પ્રોટોકોલ મુજબ, મમતા બેનર્જીને પણ આ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
અમિત શાહે શુભેન્દુ અધિકારીના નામની કરી જાહેરાત
મહત્વનું છે કે 8 મેના રોજ, અમિત શાહ કોલકાતા પહોંચ્યા હતા. જ્યાં સુભેન્દુ અધિકારીને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. શાહે પોતે તેમના નામની જાહેરાત કરી. ત્યારબાદ, સુભેન્દુ કોલકાતામાં રાજ્યપાલ આર.એન. રવિને મળ્યા અને ધારાસભ્યોના સમર્થનનો પત્ર રજૂ કર્યો, નવી સરકાર બનાવવાનો દાવો કર્યો. ઉલ્લેખનીય છે કે ભાજપે પશ્ચિમ બંગાળમાં 207 બેઠકો જીતીને જંગી જીત મેળવી. દરમિયાન, ટીએમસી ફક્ત 80 બેઠકો પર સમેટાઈ ગઈ, જેનાથી તેના 15 વર્ષના શાસનનો અંત આવ્યો.
શુભેન્દુ સહિત પાંચ નેતાઓએ શપથ લીધા
પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીની સાથે, પાંચ અન્ય નેતાઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા. જેમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્ર પોલ, અશોક કીર્તાનિયા, ક્ષુદીરામ ટુડુ અને નિસિથ પ્રામાણિકનો સમાવેશ થાય છે.
- નિશિથ પ્રમાણિક
- અગ્નિમિત્રા પોલ
- દિલીપ ઘોષ
- અશોક કિર્તનિયા
- ક્ષુદીરામ ટુડૂ
આ પણ વાંચો- Shani Amavasya 2026: 16મેએ શનિનું મહાગોચર, 5 રાશિની તિજોરી ભરાશે એ નક્કી !