તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો સતત ચાલુ છે. મતદાન પૂર્ણ થયા પછી ઈવીએમ મશીનોને ‘સ્ટ્રોંગ રૂમ’માં રાખવા અંગે રાજ્યમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. ખાસ કરીને મુખ્યમંત્રી મમતા બેનર્જીની ભવાનીપુર સીટ પર પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની હતી.


TMCના નેતાઓએ આરોપ લગાવ્યો કે સ્ટ્રોંગ રૂમમાં રાખેલી ઈવીએમ મશીનો સાથે છેડછાડ થવાની શક્યતા છે.

TMCના નેતાઓએ આરોપ લગાવ્યો કે સ્ટ્રોંગ રૂમમાં રાખેલી ઈવીએમ મશીનો સાથે છેડછાડ થવાની શક્યતા છે. આ આરોપો બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે જ સ્થળ પર પહોંચી ગઈ હતી. ગુરુવારે તેમણે દક્ષિણ કોલકાતાના ભવાનીપુર ખાતે આવેલા સખાવત મેમોરિયલ સ્કૂલમાં બનાવેલા સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી. તેઓ લગભગ ચાર કલાક સુધી ત્યાં હાજર રહી અને પરિસ્થિતિનો અંદાજ લીધો. મમતા બેનર્જીએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તેની માંગ કરી અને ચેતવણી આપી કે મતગણતરીમાં કોઈ પણ પ્રકારની ગડબડ સહન કરવામાં આવશે નહીં.

લોકશાહીની સુરક્ષા માટે જરૂરી છે કે મતદાન પછી ઈવીએમ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે 

મમતા બેનર્જીનું કહેવું છે કે લોકશાહીની સુરક્ષા માટે જરૂરી છે કે મતદાન પછી ઈવીએમ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય. તેમણે પોતાના કાર્યકર્તાઓને પણ અપીલ કરી કે તેઓ સતર્ક રહે અને સ્ટ્રોંગ રૂમની બહાર નજર રાખે. TMCના કેટલાક નેતાઓએ દાવો કર્યો કે કેટલાક સ્થળોએ શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળી છે, જેના કારણે તેમના શંકા વધુ મજબૂત બન્યા છે.

ચૂંટણી આયોગે આ તમામ આરોપોને નકારી કાઢ્યા 

બીજી તરફ, ચૂંટણી આયોગે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. આયોગનું કહેવું છે કે ઈવીએમ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેને કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવી છે. દરેક સ્ટ્રોંગ રૂમ પર કેન્દ્રિય સુરક્ષા દળોની નજર છે અને CCTV કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત, તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પણ ત્યાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે.

ચૂંટણી આયોગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મતગણતરીની પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રહેશે. તેમ છતાં, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી પણ રાજકીય તણાવ ઓછો થતો દેખાતો નથી અને બંને મુખ્ય પક્ષો વચ્ચેનો તણાવ યથાવત્ છે.

આ પણ વાંચો: Weather Update: યુપી-બિહાર સહિત 11 રાજ્યમાં વરસાદ અને તોફાનની શક્યતા, IMDએ આપ્યુ એલર્ટ

  • Follow us on: