વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 79મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી મોટી જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે દેશના દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં આવનારી ટેકનોલોજી આધારિત પડકારોનો સામનો કરવા માટે વર્ષ 2035 સુધીમાં ‘સુદર્શન ચક્ર’ નામે એક રાષ્ટ્રીય સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવશે.
મિશન પાછળની પ્રેરણા ભગવાન શ્રીકૃષ્ણના સુદર્શન ચક્રથી મળી













