જબલપુરમાં સમોસાની ખરીદી કરવી ગ્રાહકને ભારે પડી હતી. ગ્રાહકને આ બિલ ચુકવવા પોતાની ઘડિયાળ આપવી પડી હતી.

વેંડરે યાત્રી સાથે કરી ગેરવર્તુણક

મધ્યપ્રદેશના જબલપુર રેલવે સ્ટેશન પર સમોસાની ખરીદી બાદ જ્યારે પૈસા ચુકવણી કરવાનો સમય આવ્યો ત્યારે ગ્રાહકને પોતાની ઘડિયાળ આપવી પડી હતી. ફોન પે દ્વારા ચુકવણી નિષ્ફળ જતાં વેંડરે યાત્રી સાથે ગેરવર્તુણક કરી હતી. બાદમાં DRM જબલપુરે તપાસ કરીને આરોપી વેંડરના દુકાનનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યુ છે. અને RPFએ તેમના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. વેંડરે યાત્રી પાસેથી ચુકવણી કરવા માટે ઘડિયાળ લીધી હતી.

સોશિયલ મીડિયામાં ખબર વાયરલ

વિવાદ વધતો જોઇને યાત્રીએ ઘબરાટમાં પોતાની ઘડિયાળ આપી હતી. ફોન પેથી ચુકવણી નિષ્ફળ જતા તેઓએ પોતાની ઘડિયાળ આપી હતી. જે બાદ યાત્રી પોતાની ટ્રેન પકડી શકે છે. સોશિયલ મીડિયામાં આ ખબર તેજ ગતિએ વાયરલ થઇ છે. આ મામલે પોલીસે પણ મધ્યસ્થ કરી હતી.

રેલવે તંત્રને આપો માહિતી

DRM કાર્યાલયથી જાહેર થયેલું નિવેદન મુજબ, આ ઘટના રેલવે વિરુદ્ધ છે. રેલવે સ્ટેશનની છવિ વિરુદ્ધ આ કિસ્સો છે. આરોપી વેંડરની દુકાનનું લાયસેન્સ રદ્દ કરવામાં આવ્યુ છે. રેલવેએ યાત્રીઓને અપીલ કરી છે કે, જો કોઇપણ સંદિગ્ધ પ્રક્રિયા જોવા મળે તો તુરંત રેલવે તંત્રને માહિતી આપો અને હેલ્પલાઇન 139 અથવા RPF હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી શકો છે. 

  • Follow us on: