જયપુરમાં યોજાયેલા એક પ્રદર્શન દરમિયાન રાજકીય માહોલ ગરમાયો હતો. ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજીત દીપકે પર અજાણ્યા યુવકે થપ્પડ મારવાની ઘટના બાદ પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની ગઈ. આ ઘટનાએ પ્રદર્શનના વાતાવરણને ગરમાવી દીધું અને ત્યારબાદ દીપકે આંદોલનને વધુ તેજ કરવાની જાહેરાત કરી.


20 જૂનના રોજ ફરીથી 'દિલ્હી કૂચ' કરીશું

જયપુરમાં પ્રદર્શનકારીઓને સંબોધતા તેમણે જણાવ્યું કે પાર્ટી 20 જૂનના રોજ ફરીથી 'દિલ્હી કૂચ' કરશે અને આ વખતનો આંદોલન વધુ આક્રમક રહેશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ વખતે તેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે દિલ્હી જશે અને ત્યાંથી રાજીનામા વિના પાછા ફરશે નહીં. તેમના આ નિવેદનથી સભામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને કાર્યકરોમાં ઉર્જાનો માહોલ સર્જાયો હતો.

યુવાઓને એકજૂટ થવાની અપીલ કરી

અભિજીત દીપકે પોતાના ભાષણમાં યુવાઓને એકજૂટ થવાની અપીલ કરી અને કહ્યું કે દેશમાં શિક્ષણ, રોજગાર અને ભવિષ્ય સંબંધિત મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થવી જોઈએ. તેમણે સમાજમાં ધર્મ અને જાતિના આધાર પર વિભાજન કરવાની પ્રવૃત્તિની ટીકા કરી અને યુવાઓને આવા મુદ્દાઓથી દૂર રહીને મૂળભૂત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી.

શિક્ષણ વ્યવસ્થા અને પેપર લીકના મુદ્દાઓ સામે નારાબાજી કરાઈ

તેમણે વધુમાં કહ્યું કે દેશની આઝાદી અનેક શહીદોના બલિદાનથી મળી છે અને આજના યુવાનોને લોકશાહી માર્ગે પોતાની માગો રજૂ કરવી જોઈએ. પ્રદર્શન દરમિયાન હાજર લોકો દ્વારા શિક્ષણ વ્યવસ્થા અને પેપર લીકના મુદ્દાઓ સામે નારાબાજી પણ કરવામાં આવી હતી. અંતમાં કાર્યક્રમ રાષ્ટ્રગાન સાથે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Prince Yadav Death Case: પ્રિન્સ યાદવના મોતની કહાની, મિત્રોની જુબાની, જાણો શું થયો ખુલાસો?





  • Follow us on: