પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઇ રહેલા ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. હમણા સુધી 19 હપ્તા ખેડૂતોને મળી ચુક્યા છે. હવે લાભાર્થીઓને 20માં હપ્તાની રકમ આપવામાં આવશે. આ જાહેરાત બાદ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. આ લાભ મેળવવા માટે ખેડૂતોએ દસ્તાવેજો એકત્ર કરવાની જરુર છે. જે લોકોને 19માં હપ્તા સુધી લાભ મળ્યા છે તેઓ પોતાના નામ યાદીમાં જરુરીથી તપાસી લે.


ક્યારે મળશે આગામી રકમ ?

20માં હપ્તાની રકમ જૂનના અંતમાં અથવા જુલાઇના પ્રથમ અઠવાડિયા સુધી ખેડૂતોને મળવાની સંભાવના છે. પરંતુ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી. તેથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર તપાસણી કરતા રહે. જેથી તેઓને તમામ માહિતી મળી રહે. 14 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 19માં હપ્તાની ચુકવણી કરવામાં આવી હતી. હવે આગામી રકમ પણ ખેડૂતોના બેંક અકાઉન્ટમાં મોકલવામાં આવશે.

ખેડૂતો કરે આ દસ્તાવેજોની ચકાસણી

ખેડૂતો તપાસી લે કે તેમની e-KYC પ્રક્રિયા પૂર્ણ થઇ છે કે નહી. બેંક અકાઉન્ટ અને આધારકાર્ડની માહિતી યોજના કાર્ડમાં અપડેટ છે કે નહી. પીએમ કિસાન પોર્ટલ પર પોતાના સ્ટેટસની ચકાસણી જરુરથી કરે. જો કોઇ દસ્તાવેજમાં ગડબડ હશે તો રકમ રોકવામાં આવશે. અને ખેડૂતોને પૂરતો લાભ મળશે નહી. CSCમાં જઇને તમામ સુધારા જલદી જ કરાવી લેવા. પોતાના સ્ટેટસ ચેક કરવા માટે સત્તાવાર વેબસાઇટ જવું. અને હોમ પેજ પરના ફાર્મર કોર્નરમાં તેમારા સ્ટેટસનું ઓપ્શન હશે. તેને ક્લિક કરવું. આધાર નંબર ટાઇપ કરવો. બાદમાં ઓટીપી એડ કરવું. અને પછી તમને તમારું સ્ટેટસ જોવા મળશે. 

  • Follow us on: