ગુજરાતના અમદાવાદમાં 12 જૂનનો એ કાળમુખો દિવસ લંડન જતી ફ્લાઇટ AI171 ક્રેશ થયા પછી એર ઇન્ડિયાએ હવે નિર્ણય લીધો છે. કંપનીએ જાહેરતા કરી છે કે ઉત્તરી અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને સુદૂર પૂર્વમાં સ્થિત શહેરને જોડનાર 20 ઇન્ટરનેશનલ રૂટ પર ચાલતી 38 સાપ્તાહિક ઉડાનની સંખ્યામાં 15 ટકાનો ઘટાડો કરી દેવામાં આવ્યો ચે. કંપની કોઇ રિશ્ક લેવા માગતી નથી કંપનીનું કહેવુ છે કે અમારા માટે માનવ જીવન ખુબ જ મુલ્યવાન છે. આ તમામ ઉડાન પરનો કાપ 21 જૂનથી 15 જુલાઇ સુધી લાગુ રહેશે. દિલ્હી-નૈરોબી, અમૃતસર -લંડન ગેટવિક અને ગોવા મોપા-લંડન ગૈટવિક રૂટની ઉડાન અટકાવી દેવામાં આવી છે.
દિલ્હી-નૈરોબી, અમૃતસર -લંડન ગેટવિક અને ગોવા મોપા-લંડન ગૈટવિક રૂટની ઉડાન અટકાવી દેવામાં આવી છે
જે મુસાફરોએ કપાત કરેલી ફ્લાઇટ્સમાં સીટ બુક કરાવી લીધી હતી, તે મુસાફરોનો સંપર્ક કરી તેમને બીજા વિકલ્પ આપવામાં આવી રહ્યા છે. જો માની જાય તો તેમને રિફંડ આપવામાં આવી રહ્યુ છે. કંપનીએ ઉડાનોમાં કાપ કરવા પાછળ એરલાઇન્સનો આપરેશનને સફળ બનાવવા જણાવ્યુ છે. એરલાઇન્સના કામકાજને વધુ સારા બનાવવા અને મુસાફરોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરલાઇન્સે આ રીતે ઉડાન પર કાપ મુક્યો તેના માટે બીજા ઘણા કારણ ગણાવવામાં આવ્યા છે.
બોઇંગ વિમાનોની સલામતીને લઇને તપાસ
એર ઇન્ડિયાએ 'વાઈડ બોડી એરક્રાફ્ટ'ની ફ્લાઇટ્સમાં ઘટાડો કર્યો છે. આ વિમાનો કદમાં વિશાળ હોવાથી લાંબા અંતરની મુસાફરી માટે ઉપયોગમાં લેવાય છે. એર ઇન્ડિયા પાસે બોઇંગ-787 ડ્રીમલાઇનર પ્લેન છે, જે વાઈડ બોડી એરક્રાફ્ટ છે. ગુજરાતના અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાન બોઇંગ-787 ડ્રીમલાઇનર પ્લેન હતું. અકસ્માત બાદ, DGCA એ બોઇંગ-787 પ્લેનની તપાસનો આદેશ આપ્યો છે. 26 પ્લેનનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, પરંતુ બાકીના પ્લેનની તપાસ જુલાઈ સુધીમાં પૂર્ણ થશે, તેથી એર ઇન્ડિયાએ બોઇંગ-787 ડ્રીમલાઇનર પ્લેનની ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.
મુસાફરોની સુવિધાઓમાં સુધારો
અમદાવાદ વિમાન દુર્ઘટના પછી, લોકો એર ઇન્ડિયાની સેવા પરથી વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સ પણ ડરી ગયા છે. લોકો હવે કંપનીની સેવાઓ લેતા ખચકાઈ રહ્યા છે. આનાથી કંપનીની છબી ખરડાઈ છે. એરલાઇનને તેની છબી, ફ્લાઇટ સેવા અને મુસાફરોની સુવિધાઓ સુધારવા માટે કેટલાક ફેરફારો કરવા પડશે. આ ફેરફાર માટે સમય ખરીદવા માટે, કંપનીએ તેની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘટાડી દીધી છે.