અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયુ જે બાદ હવાઇ યાત્રામાં સુરક્ષાને લઇને ચર્ચાઓ તેજ બની છે. ત્યારે આ વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે ભારતીય ઉડ્ડયન નિયામક એટલે ડીજીસીએએ એરઇન્ડિયાને સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચેતવણી આપી હતી. આ ચેતવણી 3 એરબસ વિમાનોના ઇમરજન્સી ઉપકરણોને લઇને આપવામાં આવી હતી . જેમાં વિમાનની ચકાસણીની સમય મર્યાદા પુરી થવા છતાં પ્લેન ઉડાડવામાં આવ્યું હતું.
ટેક ઑફ પહેલા નહોતુ થતુ ચેકિંગ ?
સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા મુજબ ડીજીસીએએ કહ્યું કે મે મહિનામાં 3 એરબસ વિમાનોની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યુ કે એસ્કેપ સ્લાઇડનું અનિવાર્ય નિરીક્ષણ કરવામાં આવ્યું ન હતું. તેમાં મોડુ તો થઇ ગયુ હતું પરંતુ તેમ છતાં પણ વિમાનનુ સંચાલન પણ કરવામાં આવી રહ્યું હતું.
એક મામલામાં દેખરેખ રાખતી સંસ્થાએ જાણ્યુ કે એરબસ એ-320 જેટનું નિરીક્ષણ 15મેના રોજ કરવામાં આવ્યુ હતું. જે એક મહિનાથી પણ વધારે સમય મોડુ કરવામાં આવ્યું. એસ્કેપ સ્લાઇડ એક ક્લિયરન્સ સ્લાઇડ છે. જેનો ઉપયોગ વિમાનને જલ્દીથી ખાલી કરવા માટે થાય છે. આ યાત્રીઓને ઇમરજન્સીની સ્થિતિમાં સુરક્ષિત રીતે ઉતારવા માટે મંજૂરી આપે છે. ખાસ કરીને જયારે પ્લેનનો દરવાજો જમીનથી ઉપર હોય.
3 પ્લેનોમાં ચેકીંગના માપદંડમાં એર ઇન્ડિયાની ખામી આવી સામે
એરનેવ રડાર ડેટાથી ખબર પડી કે આ પ્લેન દુબઇ, રિયાઝ અને જૈદા જેવા આંતરરાષ્ટ્રીય સ્થળો માટે ટેક ઑફ થઇ રહ્યા હતા. ડોમેસ્ટિક માર્ગો પર ઉપયોગમાં લેવાતા એ319 સાથે જોડાયેલા અન્ય એક મામલામાં ખબર પડી કે પ્લેનની તપાસ નિયત સમય કરતા 3 મહિનાથી પણ વધારે મોડી કરવામાં આવી જ્યારે અન્ય ત્રીજી ઘટનામાં એ સામે આવ્યુ કે પ્લેનનું નિરીક્ષણ બે દિવસ મોડુ કરાયું.
ડીજીસીએના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિમાન એક્સપાયર થઇ ગયુ હતું અથવા તો અનવેરિફાઇડ ઇમરજન્સી ઉપકરણો સાથે જ પ્લેન સંચાલિત કરાયા હતા. જે માનાંક ઉડાન યોગ્યતા અને સુરક્ષા જરૂરિયાતોનું ઉલ્લંઘન છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે એર ઇન્ડિયા ડીજીસીએ તરફથી કાઢવામાં આવેલી ખામીઓ પર સમયસર પ્રતિભાવ આપવામાં નિષ્ફળ રહી. એર ઇન્ડિયાને વર્ષ 2022માં ટાટા સમૂહે પોતાના હસ્તગત લીધી હતી. કંપનીનું કહેવુ છે કે આ એસ્કેપ સ્લાઇડની તારીખો સહિત મેન્ટેનન્સ રેકોર્ડ ના વેરિફિકેશનમાં તેજી લાવી રહી છે અને આવનારા દિવસોમાં આ પ્રક્રિયા પુરી કરી દેવામાં આવશે.