અમદાવાદમાં 12 જૂનના રોજ વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ પ્લેન ક્રેશમાં અનેક વસ્તુઓ મળી આવી છે. જેમાં 800 ગ્રામ એટલે કે 70 તોલા સોનું મળી આવ્યુ છે. 80 હજાર રૂપિયા રોકડા પણ મળ્યા છે. ભગવદ્ ગીતા અને અને અન્ય સામાન કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. ત્યારે આ સામગ્રીઓ કોની છે?, તેના પર કેવી રીતે દાવો કરી શકાય?, તેના કયા નિયમો છે? આવો જાણીએ.
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો
એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં 242માંથી 241 યાત્રીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ફ્લાઇટે અમદાવાદથી લંડન માટે ટેક ઓફ કરતા ગણતરીના જ મિનિટોમાં તે દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. આ પ્લેન ક્રેશમાં મુસાફરો સાથે સ્થાનિકોના પણ મોત થયા હતા. આ પ્લેનનો કાટમાળ જ્યારે હટાવવામાં આવ્ય ત્યારે તેમાંથી 800 ગ્રામ એટલે કે 70 તોલા સોનું મળી આવ્યુ છે. 80 હજાર રૂપિયા રોકડા પણ મળ્યા છે. ભગવદ્ ગીતા અને અને અન્ય સામાન મળી આવ્યો છે. આ સામાન હાલ સરકાર પાસે સુરક્ષિત સ્થાને છે. ત્યારે એક સવાલ ઉભો થાય છે કે, આ સામાન કોનો છે. અને તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે. કેવી રીતે દાવો કરવામાં આવે છે.
શું છે કાયદા અને નિયમો ?
વિમાન દુર્ઘટનામાં કે અન્ય અકસ્માતમાં મળી આવેલા સામાન પર દાવો કરવા માટેના કાયદાઓ અને નિયમો સ્પષ્ટ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને સ્થાનિક તંત્ર મળીને સામાનના માલિકની ઓળખ અને તપાસ કરે છે. તેના માટે દસ્તાવેજો જમા કરવવામાં આવે છે. જો કોઇ રસીદ કે દસ્તાવેજ હશે તો સામાનની પુષ્ટી કરવી સરળ થશે. હાલ એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં મૃતદેહોના ડીએનએ ટેસ્ટ જ કરવામાં આવી રહ્યા છે. જ્યારે આ મૃતદેહોની તપાસ પૂર્ણ થશે. ત્યાર બાદ સામાનની ચકાસણી શરુ કરવામાં આવશે.
કેવી રીતે કરી શકો છો દાવો ?
જો તમારા પરિવારનો કોઇ વ્યક્તિ આ દુર્ઘટનામાં મૃત્યુ અથવા ઘાયલ થયા છે તો તમે તેમની ઓળખના પત્રો લાવી શકો છો અને દાવો કરી શકો છો. આધર કાર્ડ, પાન કાર્ડ, જન્મ દાખલો જેવા દસ્તાવેજો મદદરૂપ થાય છે.
જો કોઇ દાવેદાર ન મળો તો ?
સામાનનો કોઇ દાવેદાર ન મળે તો તેને સરકારી ખજાનામાં જપ્ત કરવામાં આવે છે. આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઘણા વિદેશી નાગરિકો પણ હતા. તો એવામાં મોન્ટ્રીયલ કન્વેશન 1999ના નિયમ પણ લાગૂ થઇ શકે છે. જેમાં વિદેશી નાગરિકોની ઓળખ થયા બાદ જ જાણી શકાશે કે સામાનના અસલી હકદાર કોણ છે.