એર ઇન્ડિયાની સ્થાપના 1932માં ટાટા એયરલાઇન્સની રૂપમાં થઇ હતી. 1946માં તેનું નામ બદલીને એયર ઇન્ડિયા કરવામાં આવ્યુ હતુ. ટાટાએ આ એયરલાઇન્સને 2021માં ખરીદી હતી. જે બાદ ટાટા ગ્રુપ જ તેનું સંચાલન કરી રહ્યુ છે. અમદાવાદમાં પ્લેન ક્રેશ થતા નાસભાગ મચી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસાફરો ઘાયલ થયા છે. તેમની નજીકની હૉસ્પિટલમાં સારવાર શરુ કરવામાં આવી છે. આ ઘટના બાદ અમદાવાદ એરપોર્ટ 5 વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યુ છે. તો આ તરફ, પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ માટે રવાના થયા છે.


Air Indiaના વિમાનો ક્રેશ થવાની યાદી

3 નવેમ્બર 1950- એયર ઇન્ડિયા ફ્લાઇટ 245

સ્થળ- મોન્ટ બ્લાંક, ફ્રાંસ

વિમાન- લોકહીડ L-749A કોન્સ્ટેલેશન

મૃત્યુઆંક- 48

પ્લેન ક્રેશનું કારણ- આ દુર્ઘટના ખરાબ વાતાવરણના કારણે થઇ હતી. તો સાથે જ નેવિગેશનમાં ગડબડી પણ દુર્ઘટના માટે જવાબદાર હતી. જીનિવામાં લેન્ડ થવા અગાઉ મોન્ટ બ્લાંકના ગ્લેશિયર સાથે અથડાયું હતુ. બાદમાં તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, પાયલટે ખોટી ઉંચાઇમાં ઉડાન ભરી હતી. જેના કારણે પ્લેન ક્રેશ થયુ હતુ.

24 જાન્યુઆરી 1966- એયર ઇન્ડિયા ફ્લાઇટ 101

સ્થળ- મોન્ટ બ્લાંક, ફ્રાંસ

વિમાન- બોઇંગ 707-437

મૃત્યુઆંક- 117

પ્લેન ક્રેશનું કારણ- આ ક્રેશ પણ મોન્ટ બ્લાંક પાસે થયુ હતુ. જ્યાં પ્લેન જીનિવામાં ઉતરાણ કરે એ પહેલા ગ્લેશિયર સાથે અથડાયું હતુ. આ વિમાનમાં પરમાણુ વૈજ્ઞાનિક ડૉ.હોમી ભાભા પણ સવાર હતા. તપાસમાં પાયલોટની ભૂલ અને કોમ્યુનિકેશનમાં ગડબડી હોવાનું સામે આવ્યુ હતુ.

1 જાન્યુઆરી 1978- એયર ઇન્ડિયા ફ્લાઇટ 855

સ્થળ- અબર સાગર, મુંબઇ, ભારત

વિમાન- બોઇંગ 747-237B

મૃત્યુઆંક- 213

પ્લેન ક્રેશનું કારણ- આ દુર્ઘટના મુંબઇ પાસે બની હતી. સમુદ્ર કિનારાથી લગભગ 3 કિમી દુર અરબ સાગરમાં આ પ્લેન ક્રેશ થયુ હતુ. વિમાન ટેક ઓફના 2 મિનીટ બાદ વિમાન ક્રેશ થયુ હતુ.

21 જૂન 1982- એયર ઇન્ડિયા ફ્લાઇટ

સ્થળ- મુંબઇ, ભારત

વિમાન- બોઇંગ 707-400

મૃત્યુઆંક- 17

પ્લેન ક્રેશનું કારણ- ભારે વરસાદના કારણે અને રાત્રીનો સમય રહેતા ઉતર્ણ કરવામાં મુશ્કેલી સર્જાઇ હતી. રનવે પરથી લપસી જતા પ્લેન ક્રેશ થયુ હતુ. 

  • Follow us on: