અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ સેફ્ટીને ધ્યાનમાં રાખીને ઘણી ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી. મળતી માહિતી પ્રમાણે હવે એર ઈન્ડિયા એરલાઇન્સે ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે કે ઘણી ફ્લાઇટ્સ 1 ઓગસ્ટથી ફરી શરૂ કરાશે અને 1 ઓક્ટોબરથી બધી ફ્લાઇટ્સનું સંપૂર્ણ સંચાલન પુનઃસ્થાપિત કરવામાં આવશે.


એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે સંચાલન શરૂ થયા બાદ દર અઠવાડિયે 525 ફ્લાઈટ સંચાલિત કરવામાં આવશે, જેમાં 63 શોર્ટ, લોન્ગ રુટનો સમાવેશ થાય છે. કંપનીએ પેસેન્જરની સલામતીને મુખ્ય પ્રાથમિકતા જણાવી અને કહ્યું હતું કે તમામ તપાસ પુરી કર્યા બાદ જ ફરી એક વખત ફ્લાઈટો શરૂ કરવામાંમ આવી છે. 

1 ઓક્ટોબરથી સંપૂર્ણ સંચાલન શરુ

એર ઈન્ડિયાની જાહેરાત બાદ મુસાફરોમાં રાહતની લાગણી છે, કારણ કે ઘણા લોકો ફ્લાઇટ્સ રદ થવાના કારણે ચિંતામાં હતા. એર ઇન્ડિયાએ એવું પણ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટ્સ અથવા તેમના બુકિંગ માટે રિફંડ આપવામાં આવશે. કંપનીએ મુસાફરોને તેની વેબસાઇટ અને કસ્ટમર કેર પર સંપર્ક કરવાની પણ સલાહ આપી છે. આ પગલું એર ઇન્ડિયાની વિશ્વસનીયતા અને સલામતી પ્રત્યેની તૈયારી છે. જો કે 1 ઓક્ટોબરથી સંપૂર્ણ કામગીરી શરૂ થયા પછી પેસેન્જર્સને પહેલા જેવો સરળ અને સલામત મુસાફરીનો અનુભવ મળશે.

ઓગસ્ટથી ફ્લાઇટ્સ ફરી શરૂ 

1 ઓગસ્ટથી એર ઇન્ડિયા અમદાવાદ અને લંડન હીથ્રો વચ્ચે અઠવાડિયામાં ત્રણ વખત ફ્લાઈટ ઉપડશે, જે અગાઉ લંડન ગેટવિક માટે અઠવાડિયામાં પાંચ ફ્લાઇટ્સ હતી. એરલાઇન દિલ્હી-લંડન (હીથ્રો) માટે બે ફ્લાઇટ્સ અને ઝુરિચ માટે વધારાની એક ફ્લાઇટ પણ ફરી શરૂ કરશે, જે દિલ્હી-ઝુરિચ રૂટને અઠવાડિયામાં પાંચ વખત ઉડાણ ભરશે. ટોક્યો અને સિઓલની ફ્લાઇટ્સ, જે અગાઉ ઘટાડવામાં આવી હતી, તે પણ 1 સપ્ટેમ્બર સુધીમાં ફરી શરૂ કરાશે. તેમ છતાં, ઘણા રૂટ 30 સપ્ટેમ્બર સુધી કાર્યરત રહેશે અને ચાર આંતરરાષ્ટ્રીય રૂટ સ્થગિત રહેશે.

ઓછી ઉડાણવાળા રૂટ (30 સપ્ટેમ્બર સુધી)

યુરોપ:

1. બેંગલુરુ-લંડન હીથ્રો: 1 ઓગસ્ટથી સાપ્તાહિક ફ્લાઇટ્સ ઘટાડીને ચાર કરવામાં આવી

2. અમૃતસર-બર્મિંગહામ: 31 ઓગસ્ટ સુધી અઠવાડિયામાં બે ફ્લાઈટ, સપ્ટેમ્બરમાં ત્રણ

-દિલ્હી-બર્મિંગહામ, પેરિસ, મિલાન, કોપનહેગન, વિયેના, એમ્સ્ટરડેમ: બધી ઓછી ફ્રીક્વન્સી પર શરૂ

ઉત્તર અમેરિકા:

- વોશિંગ્ટન ડીસી, શિકાગો, સાન ફ્રાન્સિસ્કો, ટોરોન્ટો, વાનકુવર અને ન્યુ યોર્ક માટે ફ્લાઇટમાં ઘટાડો ચાલુ રહેશે. 

ઓસ્ટ્રેલિયા:

દિલ્હી-મેલબોર્ન અને દિલ્હી-સિડની: સાતને બદલે પાંચ અઠવાડિયાની ફ્લાઇટ્સનું સંચાલન

આફ્રિકા:

-દિલ્હી-નૈરોબી: 31 ઓગસ્ટ સુધી ત્રણ અઠવાડિયાની ફ્લાઇટ્સ, પછી સમગ્ર સપ્ટેમ્બર માટે બંધ

  • Follow us on: