.એર ઇન્ડિયાની અમૃતસરથી બર્મિઘમ જઇ રહેલી ફ્લાઇટ AI117 માં શનિવારે ટેકનિકલી એલર્ટ બાદ રેમ એર ટર્બાઇન (RAT) ડિપ્લોય થઇ ગયુ હતુ. આ ઘટના વિમાનના લેન્ડિંગથી થોડાં સમય પહેલાં જ બની. એટલે કે ફાઇનલી અપ્રોચ દરમિયાન થઇ. જોકે દરેક યાત્રી અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે અને વિમાનને બર્મિઘમ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યુ છે.


એર ઇન્ડિયાએ નિવેદન જાહેર કર્યુ

એર ઇન્ડિયાએ એક નિવેદન જાહેર કરતા કહ્યુ કે, 4 ઓક્ટોબર 2025એ અમૃતસર બર્મિઘમ જવા વાળી ફ્લાઇટ AI117ના ઓપરેટિંગ ક્રૂ ને લેન્ડિંગ પહેલાં જ વિમાનમાં રેમ એર ટર્બાઇન ડિપ્લોય થવાની જાણ થઇ અને તપાસમાં દરેક ઇલેક્ટ્રિકલ અને હાઇડ્રોલિક પેરામીટર સામાન્ય મળ્યા અને વિમાનને સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યુ.

યાત્રીઓ માટે વૈકલ્પિક સુવિધા કરાઇ

કંપની દ્વારા આ બાબતે જણાવ્યુ કે એસઓપી હેઠળ વિમાનને હાલ ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યુ છે. જેથી તેની વિસ્તૃત તપાસ કરવામાં આવે. આ કારણે બર્મિઘમથી દિલ્હી આવનારી પાછી ફ્લાઇટ AI114ને રદ્દ કરી દીધી છે. એર ઇન્ડિયાએ કહ્યુ કે પ્રભાવિત યાત્રીઓ માટે વૈકલ્પિક સુવિધા કરવામાં આવી છે. એર ઇન્ડિયા દ્વારા કહેવામાં આવ્યુ છે કે દરેક યાત્રીઓ અને ક્રૂ મેમ્બરની સુરક્ષા અમારી સર્વોચ્ય પ્રાથમિકતા છે. દરેક સિસ્ટમ સામાન્ય જોવા મળી છે. તેમ છતાં પણ વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવશે.


  • Follow us on: