એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. સાનફ્રાન્સિકોથી મુંબઈ જતી ફલાઈટમાં ખામી સર્જાતા મુસાફરોને કોલકાતા એરપોર્ટ પર ઉતારી દેવામાં આવ્યા. આ ઘટના મંગળવારે સવારે બની હતી જ્યારે વિમાન સમયસર 12:45 વાગ્યે કોલકાતા પહોંચ્યું હતું. મળતી માહિતી મુજબ, AI180 વિમાનના ડાબા એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડું. ફલાઈટે ઉડાન ભર્યાના લગભગ 90 મિનિટ પછી પાઈલટને ટેકનિકલ સમસ્યા ધ્યાનમાં આવતા કોલકાતા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું.
એરઇન્ડિયાના વિમાનમાં સર્જાઈ ટેકનિકલ ખામી
સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સવારે લગભગ 5:20 વાગ્યે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે ફલાઈટ રદ કરવામાં આવી. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ફલાઈટ કેપ્ટન દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ટેકનિકલ ખામી વિમાનના ડાબા એન્જિનમાં થઈ હતી. ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વિમાનની તપાસણી કરવામાં આવી. જેમાં એન્જિમાં ખામી હોવાનું સામે આવ્યું. એરઇન્ડિયાની વધુ એક ફલાઈટમાં ખામી સર્જાતા વિમાન એરપોર્ટ પર જ પાર્ક કરવામાં આવ્યું હતું.
ફલાઈટ રદ થતા મુસાફરો રઝળ્યા
ફલાઈટ રદ થતા મુસાફરો રઝળી પડ્યા. જો કે ટેકનિકલ ખામીના કારણે ફલાઈટ ટેક ઓફ ના કરતા મોટી દુર્ઘટના ટળી. જણાવી દઈએ કે હાલમાં અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ ઘટનામાં મોટી જાનહાનિ થઈ હતી. જેના બાદ સોમવારે, હોંગકોંગથી નવી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની બોઈંગ 787-8 ડ્રીમલાઈનર ફ્લાઈટને ટેકનિકલ ખામી હોવાની શંકાના કારણે હોંગકોંગ પરત ફર્યું હતું. ફ્લાઈટ 22,000 ફૂટની ઊંચાઈ સુધી ઉડાન ભરી હતી, પરંતુ સાવચેતી રૂપે, પાયલોટે બપોરે 1:15 વાગ્યે (સ્થાનિક સમય) પ્લેનને હોંગકોંગમાં સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું. પ્લેનમાં શું ટેકનિકલ ખામી હતી? તે હજુ સ્પષ્ટ નથી.