એરઈન્ડિયાની ફલાઈટમાં એક સુખદ ઘટના બની. બુધવારે મસ્કતથી મુંબઈ આવતી એરઈન્ડિયાની ફલાઈટમાં નવજાતનો જન્મ થયો. ફલાઈટ 30 ફૂટની ઊંચાઈ પર હતી ત્યારે મહિલાને લેબર પેન શરૂ થયું હતું. આવી સ્થિતિમાં પ્લેનનું લેન્ડિંગ કરાવવામાં પણ સમય લાગે છે. દરમિયાન એરઇન્ડિયાના કેબિન ક્રૂ સ્ટાફે પ્રવાસી મહિલાની મદદે આવ્યો. કેબિન ક્રૂ સ્ટાફે ફલાઈટની અંદર પ્રવાસી મહિલાની સફળ ડિલીવરી કરાવી. માતા અને બાળક બંને સ્વસ્થ છે. આ અસાધારણ ઘટના માત્ર માનવતાનું પ્રતીક જ નહીં, પણ એરલાઇન સ્ટાફની તૈયારી અને તાલીમનું ઉદાહરણ પણ બની.
ફ્લાઇટમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો













