મહારાષ્ટ્રના બારામતીમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. બારામતીમાં આજે સવારે વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અજીત પવાર સવાર હતા. તાજેતરના અહેવાલો મુજબ નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું. પ્લેન લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના બનવા પામી હતી. બારામતીમાં એક કાર્યક્રમ માટે અજીત પવાર પ્લેનનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમની સાથે વિમાનમાં કેટલાક સુરક્ષા કર્મચારીઓ અને અધિકારીઓ પણ હતા. બારામતી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અજીત પવાર સાથે સવાર તમામ લોકોના મોત થયા.
લાંબા સમય સુધી સેવા આપનારા નાયબ મુખ્યમંત્રી, અજીત પવાર
મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા નાયબ મુખ્યમંત્રી છે, જેમણે સતત કોઈ પણ મુદત સુધી સેવા આપી નથી. તેમણે વિવિધ સરકારોમાં છ વખત આ પદ સંભાળ્યું છે. તેમણે પૃથ્વીરાજ ચવ્હાણ, દેવેન્દ્ર ફડણવીસ, ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી છે. અજિત પવારના દૂરંદેશી નેતૃત્વએ મહારાષ્ટ્રના શાસન અને સમાજમાં ત્રણ દાયકાથી એક કાયમી વારસો આપ્યો છે.
અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે લીધા શપથ
અજિત પવારે નવેમ્બર 2010 માં પ્રથમ વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પૃથ્વીરાજ ચવ્હાણની કોંગ્રેસ-NCP સરકારમાં તેઓ આ પદ પર રહ્યા હતા. જોકે, સિંચાઈ કૌભાંડના આરોપોને કારણે તેમણે સપ્ટેમ્બર 2012 માં રાજીનામું આપ્યું હતું, પણ ડિસેમ્બર 2012 માં તેઓ ફરીથી આ પદ પર પાછા ફર્યા હતા. આ તેમના જીવનનો સૌથી વધુ ચર્ચિત વિવાદ અને ઘટના છે. નવેમ્બર 2019 ની વહેલી સવારે, અજિત પવારે દેવેન્દ્ર ફડણવીસ સાથે મળીને ભાજપના ટેકાથી નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પરંતુ જરૂરી ધારાસભ્યોનું સમર્થન ન મળતા આ સરકાર માત્ર 80 કલાક ચાલી અને તેમણે રાજીનામું આપવું પડ્યું. જુલાઈ 2023 માં NCP ના મોટાભાગના ધારાસભ્યો સાથે એકનાથ શિંદે અને ભાજપની સરકારમાં જોડાયા અને પાંચમી વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
બારામતી પ્લેન ક્રેશમાં અજીત પવારનું નિધન
બારામતીમાં આજે જિલ્લા પરિષદની ચૂંટણી અંગે જાહેર સભાનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં હાજરી આપવા અજીત પવાર અન્ય લોકો સાથે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન બુધવારે સવારે અચાનક પ્લેન લેન્ડિંગ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું. ઘટનાસ્થળનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે ખૂબ જ ભયાનક છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આ સમાચાર સામે આવતા જ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે તત્કાળ ઘટનાસ્થળ પર જવા રવાના થયા.
આ પણ વાંચો : Maharashtra Plane Crash : ધ્રુજારી છૂટી જાય તેવા દ્રશ્યો, અજિત પવારના પ્લેન ક્રેશનો પહેલો Video Viral