NCPના ધારાસભ્ય રોહિત પવારે શનિવારે જાણકારી આપી કે તેમને 28 જાન્યુઆરીએ વિમાન દુર્ઘટનામાં અજિત પવારના મૃત્યુના કેસમાં વ્યાપક અને પારદર્શી તપાસની માગ કરી છે. આ સંબંધમાં તેમને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પણ પત્ર લખ્યો છે.



ઉડ્ડયન મંત્રી કે.રામમોહન નાયડુ અને DGCAને પત્ર મોકલ્યો

કરજત-જામખેડના ધારાસભ્ય રોહિત પવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેમને પોતાની ચિંતાઓને વ્યક્ત કરતા એક પ્રેઝેન્ટેશનની સાથે ઈમેઈલ ગૃહપ્રધાન અમિત શાહ, નાગરિક ઉડ્ડયન મંત્રી કે.રામમોહન નાયડુ અને DGCAને મોકલ્યો છે. તેમને મોકલેલા પત્ર અને ઈમેઈલની તસ્વીર પણ પોસ્ટ કરી છે. રોહિત પવારે કહ્યું કે તેમની આ માગનો ઉદ્દેશ્ય રાજકીય નથી પણ તે સુનિશ્ચિત કરવાનો છે કે દુર્ઘટના પાછળનું સત્ય હકીકત કોઈ શંકા વગર સામે આવે. તેમને કહ્યું કે એ જરૂરી છે કે ઘટનાનો વાસ્તવિક ઘટનાક્રમ લોકોની સામે મુકવામાં આવે, જેથી કોઈ પ્રકારની અટકળો ના રહે.

પાયલટ પિન્કી માલીના પિતાએ પણ તપાસની માગ કરી

10 ફેબ્રુઆરીએ આયોજિત એક પત્રકાર પરિષદમાં રોહિત પવારે કહ્યું હતું કે તે આ દુ:ખદ વિમાન દુર્ઘટનામાં તોડફોડની આશંકાનો ઈનકાર ના કરી શકાય. રોહિત પવાર સિવાય પિન્કી માલીના પિતા શિવકુમાર માલીએ પણ બારામતી વિમાન દુર્ઘટનાની ઉંડાણ અને નિષ્પક્ષ તપાસ કરાવવાની માગ ઉઠાવી છે. તેમનું કહેવું છે કે આ માત્ર એક દુર્ઘટના હતી કે તેની પાછળ કોઈ ષડયંત્ર હતું, તેની દરેક એન્ગલથી તપાસ થવી જોઈએ, જેથી સત્ય સ્પષ્ટ રીતે સામે આવી શકે.

આ પણ વાંચો: IIT કાનપુર કેમ્પસમાં જૂનિયર ટેક્નિશિયને કરી આત્મહત્યા, પોલીસ પહોંચી ઘટનાસ્થળે


  • Follow us on: