ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સ્થાપક સ્વ. મુલાયમ સિંહ યાદવના પુત્ર અને અખિલેશ યાદવના સાવકા ભાઈ પ્રતીક યાદવનું નિધન થયુ છે.પ્રતિક યાદવની તબિયત ખરાબ હોવાને કારણે લખનૌની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. તેઓ ભાજપ નેતા અપર્ણા યાદવના પતિ હતા. તાજેતરમાં, દંપતી વચ્ચે ઝઘડાના અહેવાલો પણ સામે આવ્યા હતા. જોકે તેઓ હાલમાં તેમના પરિવાર સાથે રહેતા હતા, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે કૌટુંબિક ઝઘડો ચાલુ હતો.


વ્યક્તિગત જીવન અને શિક્ષણ

પ્રતીક યાદવ મુલાયમ સિંહ યાદવ અને તેમની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર છે. રાજકીય વાતાવરણ વચ્ચે ઉછરવા છતાં, પ્રતીકે લંડનની પ્રતિષ્ઠિત લીડ્સ યુનિવર્સિટીમાંથી MBAનો અભ્યાસ કર્યો હતો. તેઓ ભાજપના નેતા અપર્ણા યાદવના પતિ છે. તાજેતરના સમયમાં પરિવારમાં આંતરિક મતભેદો અને ઝઘડાના સમાચારો પણ વહેતા થયા હતા, તેમ છતાં તેઓ તેમના પરિવાર સાથે જોડાયેલા રહ્યા હતા.

ફિટનેસ અને લક્ઝરી પ્રત્યેનો શોખ

પ્રતીક યાદવનો સૌથી મોટો શોખ ફિટનેસ અને બોડીબિલ્ડિંગ રહ્યો છે. લખનૌમાં તેમનો વિશાળ જીમ બિઝનેસ છે અને તેઓ પોતે પણ એક ફિટનેસ આઇકોન તરીકે ઓળખાય છે. તેમને લક્ઝરી કારોનો પણ ભારે શોખ છે, જે ઘણીવાર સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બને છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ તેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

રાજકારણથી કેમ રહ્યા દૂર?

એક એવા પરિવારમાં જ્યાં દરેક સભ્ય રાજકારણમાં સક્રિય છે, ત્યાં પ્રતીક યાદવે હંમેશા પોતાને પક્ષના પદ કે ચૂંટણીથી દૂર રાખ્યા હતા. 2017માં એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ બિઝનેસમાં વધુ રસ ધરાવે છે અને શક્ય હોય ત્યાં સુધી રાજકારણમાં પ્રવેશવાનો તેમનો કોઈ વિચાર નથી. તેમની પત્ની અપર્ણા યાદવ ભલે રાજકારણમાં સક્રિય હોય, પરંતુ પ્રતીકે હંમેશા પડદા પાછળ રહીને પોતાના વ્યવસાય પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

આ પણ વાંચોઃ Maharashtra : સાંગલીમાં મોટી દુર્ઘટના, દીવાલ ધરાશાયી થવાથી 6 શ્રદ્ધાળુઓના મોત


  • Follow us on: