એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી કે પછી અન્ય કારણોસર ફ્લાઇટ કેન્સલ અથવા તો પરત ફરી હોવાનું સામે આવે છે. ત્યારે આજે એર ઇન્ડિયા એક્સપ્રેસની વધુ એક ફ્લાઇટ પરત ફરી છે. આ ફ્લાઇટ કોઝિકોડથી દોહા જઇ રહી હતી. આ ફ્લાઇટ IX375એ ટેકઓફના કેટલાક સમય બાદ ટેક્નિકલ ખામીને કારણે કોઝિકોડ એરપોર્ટ પર પરત ફરવુ પડ્યુ હતું.
સવારે બની ઘટના
આ ફ્લાઇટ સવારે 9:17 વાગ્યે ઉપડી હતી. . વિમાન બોઇંગ 737 હતું, જેને સુરક્ષા કારણોસર હવામાંથી જ પરત વાળવું પડ્યું હતું. એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ માહિતી આપી હતી કે ટેકનિકલ કારણોસર ટેકઓફ પછી અમારી A ફ્લાઇટ કોઝિકોડ પાછી ફરી હતી. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, તાત્કાલિક વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી, વિલંબ દરમિયાન નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ફ્લાઇટ ફરીથી રવાના થઈ છે. અમને થયેલી અસુવિધા બદલ અમને દુઃખ છે, પરંતુ અમે પુનરાવર્તિત કરીએ છીએ કે અમારી બધી પ્રક્રિયાઓમાં સલામતી સૌથી મહત્વપૂર્ણ છે.
આ અઠવાડિયું એર ઇન્ડિયા માટે મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે, પરંતુ રાહતની વાત એ છે કે ત્રણેય ઘટનાઓમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી અને દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે હોંગકોંગથી દિલ્હી જતી ફ્લાઇટમાં આગ લાગી હતી. પેસેન્જર્સ બહાર નીકળવાના હતા તે દરમિયાન આગ લાગી ગઇ. વિમાનના Auxiliary Power Unitમાં આગ લાગી હતી કે જે વિમાનને પાર્કિંગ દરમિયાન વીજળી સપ્લાય કરે છે.
કોચીથી મુંબઇ આવતી ફલાઇટ AI 2744ને મુંબઇ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી તે દરમિયાન લેન્ડિંગ બાદ વિમાન લપસી ગયુ હોવાનું સામે આવ્યું હતું. તે પહેલા પણ સોમવારે દિલ્હીથી કોલકાતા જતી ફલાઇમાં ટેકનિકલ ખામી આવી હતી પરંતુ સદનસીબે પ્લેન રોકી દેવામાં આવ્યું..