આસામના ગુવાહાટી શહેરમાં પોલીસે સોનાની દાણચોરી સામે મોટી સફળતા મેળવી છે. ગુવાહાટી સિટી પોલીસે ખરઘુલી વિસ્તારમાં ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરીને અંદાજે 37 કિલોગ્રામના 24 કેરેટ સોનાના બિસ્કિટ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા સોનાની કિંમત રૂપિયા 55 કરોડથી વધુ હોવાનું પ્રાથમિક અંદાજ છે. આ સાથે લગભગ 13 ગ્રામ જેટલા ચાંદીના નોડ્યુલ્સ અને ફ્લેક્સ પણ મળી આવ્યા છે.













