મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.શિવસેના યુબીટી પર સંકટના વાદળો જાણે કે હટવાનું નામ નથી લઇ રહ્યા., ફરીએકવાર ઉદ્ધવ શિવસેના જૂથને ફટકો પડ્યો છે. પાર્ટીના  સચિન આહિરે શિવસેના યુબીટી છોડીને એકનાથ શિંદેના જૂથમાં જોડાયા છે. 


મહાયુતિના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી

શિંદે જૂથમાં જોડાયા પછી તરત જ સચિન આહિરે મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપાધ્યક્ષ પદ માટે મહાયુતિના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી પણ નોંધાવી દીધી. ઉલ્લેખનીય છે કે લોકસભામાં ઉદ્ધવ ઠાકરેનો પહેલેથી જ ફટકો પડ્યો છે. 9માંથી 6 સાસંદોએ શિંદે જૂથ અપનાવી લીધુ છે. આ બળવાથી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને ભારે ફટકો પડ્યો છે. પક્ષ બદલનારા છ સાંસદોમાં નામ નીચે મુજબ છે. 

  • સંજય હરિભાઉ જાધવ
  • સંજય દિના પાટિલ
  • ભાઈસાહેબ રાજારામ વાકચૌરે
  • સંજય ઉત્તમરાવ દેશમુખ
  • નાગેશ પાટિલ અષ્ટિકર
  • ઓમરાજે નિમ્બાલકર

સંસદમાં બંને જૂથોની તાકાત હવે કેટલી છે?

આ છ સાંસદોના ગયા પછી, ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે લોકસભામાં ફક્ત ત્રણ સાંસદો બાકી છે. દરમિયાન, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાની તાકાત 13 સાંસદો સુધી પહોંચી ગઈ છે. 2024ની લોકસભા ચૂંટણી પછી ઉદ્ધવ છાવણીમાં આ પહેલું મોટું સંસદીય વિભાજન માનવામાં આવે છે.

પક્ષપલટો વિરોધી કાયદા હેઠળ આ સાંસદો કેમ સુરક્ષિત છે?

આ સમગ્ર રાજકીય ઉથલપાથલમાં સંખ્યાઓનો ખેલ મહત્વપૂર્ણ છે. ઉદ્ધવ જૂથ સામે બળવો કરનારા છ સાંસદો પાર્ટીની કુલ લોકસભા સંખ્યા (નવ સાંસદો) ના બરાબર બે તૃતીયાંશ ભાગ બનાવે છે. પક્ષપલટો વિરોધી કાયદા હેઠળ, જો કોઈ પક્ષના બે તૃતીયાંશ સભ્યો બીજા પક્ષમાં ભળી જાય છે, તો તેમનું સભ્યપદ ગેરલાયક ઠરતું નથી. આ નિયમ આ સાંસદોને ગેરલાયક ઠેરવ્યા વિના બીજા પક્ષમાં જોડાવાની મંજૂરી આપે છે.

જ્યારે એકનાથ શિંદેએ કર્યો બળવો..ભાંગી પડી MVA

શિવસેનામાં આંતરિક વિખવાદ જૂન 2022 માં શરૂ થયો હતો, જ્યારે એકનાથ શિંદેએ તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે ખુલ્લેઆમ બળવો શરૂ કર્યો હતો. આના કારણે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA) સરકાર પડી ભાંગી હતી.

ત્યારબાદ, ફેબ્રુઆરી 2023 માં, ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને 'વાસ્તવિક' શિવસેના તરીકે માન્યતા આપી અને તેને પક્ષનું પ્રતિષ્ઠિત 'ધનુષ્ય અને તીર' ચૂંટણી ચિહ્ન ફાળવ્યું. દરમિયાન, ઉદ્ધવ ઠાકરે જૂથને 'શિવસેના (UBT)' નામ આપવામાં આવ્યું. ત્યારથી, બંને જૂથો પક્ષના સ્થાપક, બાળાસાહેબ ઠાકરેના રાજકીય અને વૈચારિક વારસાનો દાવો કરવા માટે સ્પર્ધા કરી રહ્યા છે.

  • Follow us on: