મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થતા સીએમ ફડણવીસની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ દુર્ઘટનાને લઇને શોક વ્યક્ત કર્યો,. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં શોકની લહેર છે. આજનો દિવસ મુશ્કેલ છે. તેઓના નિધનથી દુઃખી અને સ્તબ્ધ છું.  તેઓ અમારા દિલદાર અને દમદાર મિત્ર હતા. હું આ ઘટનાથી દુંઃખી અને સ્તબ્ધ છું. 


મહારાષ્ટ્ર માટે મુશ્કેલ દિવસ- દેવેન્દ્ર ફડણવીસ 

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અજિત દાદા પવાર એક સાચા નેતા હતા અને તેમના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે. તેમનો પરિવાર શોકમાં છે. તેઓ એક મજબૂત અને દયાળુ મિત્ર હતા. રાજ્ય માટે પણ આ મુશ્કેલ દિવસ છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ પણ આ ઘટના અંગે અમારી સાથે ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે અમારા માટે  વ્યક્તિગત ખૂબ મોટી ક્ષતિ થઇ છે.  અમે સાથે ઘણો સંઘર્ષનો સમય પણ જોયો. તેઓ મહારાષ્ટ્રના વિકાસમાં તેઓ દૃઢતાથી યોગદાન આપતા હતા. એક જનનેતા ગુમાવ્યા છે. મોટી ખોટ પડી છે. આમ જણાવીને તેઓ  બારામતી જવા રવાના થયા હતા. 






Ajit Pawar Plane Crash: પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મોત, જુઓ પ્લેન ક્રેશનો વીડિયો



  • Follow us on: