કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી છે કે ઈન્કમ ટેક્સ અધિનિયમની કલમ 150માં વધુ ફેરફાર લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલે કહ્યું કે સુધારેલો કાયદો 1 એપ્રિલથી લાગુ થશે અને ત્યારબાદ ઘણા પેન્ડિંગ એસેસમેન્ટ કેસોને અસર થશે.
દેશભરની હાઈકોર્ટમાં લગભગ 18,000 કેસ પેન્ડિંગ
સુનાવણી દરમિયાન ઈન્કમ ટેક્સ વિભાગના વકીલે કોર્ટને જણાવ્યું કે આશિષ અગ્રવાલ નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટમાં લગભગ 2000 અને દેશભરની હાઈકોર્ટમાં લગભગ 18,000 કેસ પેન્ડિંગ છે. વિભાગના જણાવ્યા મુજબ 16.5 લાખ કરોડ રૂપિયાથી વધુના રી-એસેસમેન્ટની કામગીરી અટકી છે. આટલી મોટી રકમ કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે.













