દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેવા સમયે તેમણે જાહેરાત કરી છે કે બિહારમાં તેઓ પોતાના દમ પર ચૂંટણી લડશે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે આમ આદમી પાર્ટી બિહારમાં વિધાનસભા ચૂંટણી પોતાના દમ પર લડવા જઈ રહી છે.


કોઇ ગઠબંધન નહી- અરવિંદ કેજરીવાલ 

મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલે ગુરુવારે દિલ્હીમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આમ આદમી પાર્ટી બિહારમાં કોઈપણ ગઠબંધન સાથે ચૂંટણી લડશે નહીં. ઇન્ડિ ગઠબંધન ફક્ત લોકસભા ચૂંટણી માટે હતું.

કોંગ્રેસ સાથે ગઠબંધન નહી-અરવિંદ કેજરીવાલ 

તેમણે કહ્યું કે કોંગ્રેસ સાથે કોઇ પણ પ્રકારનું ગઠબંધન નહી હોય. મહત્વનું છે કે થોડા મહિનામાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલ ચૂંટણી મેદાનમાં ઉતરતા વિપક્ષને કેટલું નુકસાન થશે તે જોવાનું રહેશે.

મહત્વનું છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષી મહાગઠબંધનમાં આરજેડી, કોંગ્રેસ, વામદળ અને વિકાસશીલ પાર્ટીનો સમાવેશ થાય છે. જ્યારે સરકાર ચલાવી રહેલી એનડીએમાં જેડીયુ, બીજેપી, હિદુસ્તાની અવામ મોર્ચા, લોક જનશક્તિ પાર્ટી અને રાષ્ટ્રીય લોક મોરચાનો સમાવેશ થાય છે.


  • Follow us on: