બિહાર શહેરી સંસ્થાઓની ચૂંટણીઓ માટે મોબાઇલ એપ દ્વારા મતદાન કરવાની મંજૂરી આપતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. શુક્રવારે રાજ્ય ચૂંટણી કમિશનર દીપક પ્રસાદે જણાવ્યું હતું કે આ ઈ-વોટિંગ સુવિધા આજે એટલે કે 28 જૂન, 2025ના રોજ પટના, રોહતાસ અને પૂર્વ ચંપારણની છ મ્યુનિસિપલ કાઉન્સિલોમાં લાગુ કરવામાં આવી રહી છે.
ઈ-વોટિંગ સિસ્ટમની વિશેષતાઓ
બિહારમાં શરૂ કરવામાં આવેલ આ નવી ઈ-વોટિંગ સિસ્ટમ બ્લોકચેન ટેકનોલોજી અને ફેસ રેકગ્નિશન જેવી અદ્યતન ટેકનોલોજી પર આધારિત છે, જે મતદાન પ્રક્રિયાને પારદર્શક અને સુરક્ષિત બનાવે છે. આ નવી ઈ-વોટિંગ સિસ્ટમથી બિહારના લોકોને મતદાન કરવા બાબાથી પડતી ઘણી મુશ્કેલીઓથી છુટકારો મળશે. હાલ આ સુવિધા મુખ્યત્વે વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ, સ્થળાંતરિત મતદારો માટે છે જેઓ મતદાન મથક સુધી પહોંચી શકતા નથી. મતદારો e-SECBHR મોબાઇલ એપ અથવા રાજ્ય ચૂંટણી પંચની વેબસાઇટ દ્વારા મતદાન કરી શકે છે.
મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે ઈ-વોટિંગ
બિહારમાં શરૂ કરવામાં આવેલ આ નવી ઈ-વોટિંગ સિસ્ટમ હાલ હાલમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે શરૂ કરવામાં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણીઓમાં તેનો ઉપયોગ થશે કે નહીં, તે આ પાયલોટ પ્રોજેક્ટની સફળતાના આધારે નક્કી કરવામાં આવશે. આ નવી ઈ-વોટિંગ સિસ્ટમથી દરેક મતને ચહેરા ચકાસણી અને મતદાર ID સાથે ક્રોસ-વેરિફાઇ કરવામાં આવશે. જેથી કરીને ચુંટણીમાં સંપૂર્ણ પરદર્શકતા રહી શકે.
બ્લોકચેન ટેકનોલોજી દ્વારા મતદાન થશે સુરક્ષિત
આ ટેકનોલોજીમાં સુરક્ષાના પગલાં તરીકે ઘણા બધા ચોક્કસ પગલા લેવામાં આવ્યા છે. હાલ આ ઈ-વોટિંગ સિસ્ટમ મુજબ વધુમાં વધુ બે નોંધાયેલા મતદારો લોગિન કરી શકે છે. મતદાન કરતા પહેલા ફેસ સ્કેનિંગ અને મતદાર ID સાથે મેચિંગ કરવામાં આવશે. આ બ્લોકચેન ટેકનોલોજી દ્વારા સમગ્ર મતદાન પ્રક્રિયાને સુરક્ષિત અને હેક-પ્રૂફ બનાવવામાં આવી છે. આ એપની મદદથી મતદાનના દિવસે, તમે એપ્લિકેશન અથવા રાજ્ય ચૂંટણી પંચની વેબસાઇટ દ્વારા તમારો મત આપી શકો છો.