બનાસકાંઠાના પાલનપુર અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જગાણા, ભાગળની પાસેના ગામમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. દિવસ ભરના ઉકળાટ બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.


ગ્રામ્યમાં વરસાદ ધોધમાર વરસાદ 

બનાસકાંઠામાં બનાસ નદીમાં પાણીની આવક વધી છે, પાણીની આવક વધવાના કારણે સ્થાનિકો પણ ચિંતામાં મૂકાયા છે. સ્થાનિકોને નદીના પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે, બાળકોને શાળામાં ભણવા જઉ હોય તો માતા-પિતા ખભા પર બેસાડીને બાળકોને નદી ક્રોસ કરાવે છે અને શાળામાં મૂકવા જાય છે.

રાજ્યમાં વરસાદ બોલાવશે ભૂક્કા

હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી મુજબ દ્વારકા,પોરબંદર સહિત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું જોર જોવા મળશે. જ્યારે જામનગર અને કચ્છના ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. અરબ સાગરમાં અત્યારે ભેજનું પ્રમાણ વધ્યુ છે. બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા જૂલાઈના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. હાલમાં ડાંગમાં વરસાદના આગમનથી ધોધ સક્રિય થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જ્યારે સાબરકાંઠામાં હિંમતનગર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે.


  • Follow us on: