બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જનતાને વિવિધ વાયદા કરવામાં આવે છે. કોઇ મફતમાં આપવાનો વાયદો કરે છે તો કોઇ નોકરી આપવાનો. કોઇ ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે તો કોઇ બાળકોને ફ્રીમા શિક્ષણની. આ વચ્ચે આરજેડી ઉમેદવાર ખૈસારી લાલ યાદવ પર જન શક્તિ દળના નેતા તેજ પ્રતાપ ભડક્યા છે.
ખેસારી લાલ પર ભડક્યા તેજ પ્રતાપ
ખેસારી લાલે 2 કરોડ નોકરીઓ આપવાનું નિવેદન આપ્યું હતું . જેને લઇને તેજ પ્રતાપે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે તેજ પ્રતાપ કઇ નોકરી આપશે? નાચવા વાળી? આમ ગુસ્સામાં જણાવીને તેજ પ્રતાપે ચાલતી પકડી.ઉલ્લેખનીય છે કે આજે બીજેપીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. જેમાં 25 વાયદા કરવામાં આવ્યા છે. જેમાં એક કરોડ લોકોને નોકરી આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે.













