ઉપરાષ્ટ્રપતિ પદથી જગદીપ ધનખડના રાજીનામા બાદ હવે ચૂંટણીનુ શેડ્યુઅલ જાહેર થયુ છે. જે બાદ આ પદ માટે એનડીએના ઉમેદવાર કોણ હશે તે ચર્ચાઓ તેજ બની છે. ત્યારે આવો જાણીએ એનડીએમાંથી આ પદ માટે કયા ઉમેદવારોના નામની ચર્ચા છે.


કોણ છે રેસમાં ? 

દિલ્હી અને જમ્મુ-કાશ્મીરના LG VK સક્સેના અને મનોજ સિંહાના નામ ચર્ચામાં છે. આ ઉપરાંત રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશનું નામ પણ રેસમાં હોવાનું કહેવાય છે. તેનું કારણ બિહાર વિધાનસભાની ચૂંટણી પણ છે. ભાજપ અને JDU તેમના બિહાર કનેક્શનનો ફાયદો ઉઠાવવા માંગે છે.

ગુજરાતના આ દિગ્ગજ રેસમાં 

આ રેસમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નામ પણ ચર્ચામાં છે. તેઓ જાટ સમુદાયના છે જેમાંથી જગદીપ ધનખડ આવે છે. તેઓ આર્ય સમાજ સાથે જોડાયેલા છે અને વિચારધારાને જોશથી પ્રોત્સાહન આપવામાં રોકાયેલા છે. તેઓ લાંબા સમયથી કુરુક્ષેત્રના એક ગુરુકુળમાં આચાર્ય તરીકે કામ કરી ચૂક્યા છે. આ પહેલા તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. તેઓ હરિયાણાના સમાલખાના રહેવાસી છે.

એવું જાણવા મળ્યું છે કે ભાજપ દ્વારા 18 થી 20 ઓગસ્ટની વચ્ચે કોઈપણ દિવસે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારનું નામ જાહેર કરી શકાય છે. JDU, TDP અને શિવસેના જેવા NDA પક્ષોએ PM નરેન્દ્ર મોદીને અધિકાર આપ્યો છે કે તેઓ કોઈપણ નેતાનું નામ પ્રસ્તાવિત કરી શકે છે. NDAમાં સર્વસંમતિ બની છે કે ભાજપ દ્વારા આપવામાં આવેલા નામના પક્ષમાં મતદાન કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કિરેન રિજિજુ કહે છે કે NDA પક્ષોએ PM મોદી અને JP નડ્ડાને અધિકૃત કર્યા છે કે તેઓ જે પણ નેતાને મંજૂરી આપે છે તેઓ તેમની સાથે સંમત થશે.

  • Follow us on: