ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે રાત્રે પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું. મોન્સૂન સત્રની શરૂઆતમાં જ તેમણે રાજીનામુ આપી દેતા નવાઇ લાગી છે. જગદીપ ધનખડે સ્વાસ્થ્યનું કારણ જણાવી પોતાનું પદ છોડ્યુ છે. કહેવામાં આવી રહ્યું છે કે કંઇક મોટા બદલાવ થઇ શકે છે. એક તરફ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પણ શોધ છે.


રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે શોધખોળ તેજ 

પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2023માં પૂર્ણ થઇ ગયો છે પરંતુ વર્ષ 2024ના લોકસભાની ચૂંટણીને કારણે તેમનો કાર્યકાળ આગળ વધાર્યો હતો. જો કે તે કાર્યકાળ પણ પૂર્ણ થઇ ગયો. હવે કાર્યકારી અધ્યક્ષના રૂપે તેઓ કામ કરી રહ્યા છે. એટલે હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની શોધ તો છે જ ત્યારે હવે નવા ઉપરાષ્ટ્રપતિ માટે પણ કોની પસંદગી કરવી તે શોધવાનું રહેશે.

ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી, હવે શું ? 

ઉપરાષ્ટ્રપતિ પદ અને નવા રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ. આ બંને પદ માટે ભાજપે કામગીરી શરૂ કરવી પડશે. ઉપરાષ્ટ્રપતિના રાજીનામા બાદ નવા ઉત્તરાધિકારીની નિયુક્તિ માટે ચૂંટણી કરાવશે. સંવિધાનના અનુચ્છેદ 68 ખંડના 2 મુજબ ઉપરાષ્ટ્રપતિનું મૃત્યુ, રાજીનામુ અને પદથી હટાવવાને કારણોમાં તેમવી જગ્યા ભરવા માટે જલ્દી ચૂંટણી કરવામાં આવે. મહત્વનું છે કે ઉપરાષ્ટ્રપતિનું બીજા નંબરનું સર્વોચ્ચ પદ છે. જેનો કાર્યકાળ 5 વર્ષનો હયો છે. પરંતુ કાર્યકાળ સમાપ્ત થવા છતાં પણ તેઓ પદ પર રહી શકે છે. જ્યાં સુધી અન્ય ઉત્તરાધિકારીને પદ ન સોંપવામાં આવે. 


જગદીપ ધનખડે કહી હતી આ વાત

આ પહેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું હતું કે જો ભગવાન આશીર્વાદ આપશે, તો તેઓ ઓગસ્ટ 2027 માં નિવૃત્ત થશે. 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ધનખડનો પાંચ વર્ષનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027 ના રોજ સમાપ્ત થાય છે. વ્યવસાયે વકીલ જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તે પહેલાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા.

કેવી રીતે થાય છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી?

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સાંસદ ભાગ લે છે. આ ચૂંટણીમાં નામાંકિત સભ્યો પણ ભાગ લે છે. જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લોકસભા સાંસદ અને તમામ રાજ્યોના વિધાનસભાના ધારાસભ્ય મતદાન કરે છે.

ઉપરાષ્ટ્રપતિ બનવા શું જોઈએ લાયકાત?

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે ભારતના નાગરિક હોવું જરૂરી છે. તેમની ઉંમર 35 વર્ષથી વધારે હોવી જોઈએ અને તે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવાની તમામ યોગ્યતાઓને પૂર્ણ કરવો જોઈએ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડનારા ઉમેદવારને 15,000 રૂપિયા પણ જમા કરાવવા પડે છે. આ જમા રકમની જેમ હોય છે. ચૂંટણી હારવા પર અથવા 1/6 મત ના મળવા પર આ રકમ જમા થઈ જાય છે.

કેવી રીતે થાય છે મતદાન?

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં બંને ગૃહના સાંસદ ભાગ લે છે, તેમાં રાજ્યસભાના 245 અને લોકસભાના 543 સાંસદ ભાગ લે છે. રાજ્યસભા સભ્યોમાં 12 નામાંકિત સાંસદ પણ તેમાં સામેલ હોય છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રપોર્શનલ રિપ્રેઝેન્ટેશન સિસ્ટમથી થાય છે. તેમાં મતદાન ખાસ રીતે થાય છે. જેને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ કહે છે.

વોટિંગ દરમિયાન વોટરને એક જ વોટ આપવાનો હોય છે પણ તેને પોતાની પસંદના આધારે પ્રાથમિકતા નક્કી કરવાની હોય છે. બેલેટ પેપર પર વોટરને પ્રથમ પસંદને 1, બીજાને 2 આ પ્રકારે પ્રાથમિકતા નક્કી કરવાની હોય છે.


  • Follow us on: