મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી શાંતિપુર્ણ રીતે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે તેના એક્ઝિટ પોલ પણ સામે આવી રહ્યા છે. જે મુજબ ભાજપને સ્પષ્ટ બહુમત મળી રહ્યો છે. ખાસ કરીને BMCની ચૂંટણીમાં સારૂ મતદાન થયું છે અને આ વખતે ભાજપને બહુમત મળી રહ્યો છે. એક્ઝિટ પોલીના આંકડા મુજબ જોવા જઈએ તો BMCમાંથી 25 વર્ષ બાદ ઠાકરેની શિવસેના બહાર થશે અને ભાજપને સત્તા મળી શકે છે.


ભાજપનો રહેશે દબદબો

એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ મુંબઈની 227 સીટમાંથી 131-151 સીટ ભાજપને મળી શકે છે તો યૂબીટીને 58-68 સીટ મળી શકે છે. કોંગ્રેસને 12-16 સીટ અને અન્ય ઉમેદવારોને 6-12 સીટ મળી શકે છે. એક્ઝિટ પોલના પરિણામ મુજબ મરાઠી લોકોએ યુબીટી એટલે કે ઠાકરે બંધુઓને 49 ટકા મતદાન કર્યું છે અને ભાજપ ગઠબંધને એટલે ભાજપ અને શિવસેના શિંદે જૂથને ઉત્તર ભારતીયોએ 68 મતદાન કર્યું છે. બીએમસી ચૂંટણીમાં ભાજપ ગઠબંધનને 42 ટકા અને ઠાકરે બંધુઓને 32 ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓને 13-13 ટકા મત મળ્યા છે.

16 જાન્યુઆરીએ આવશે પરિણામ

તમને જણાવી દઈએ કે મુંબઈમાં મોટાભાગના અભિનેતા અને અભિનેત્રીઓએ મતદાન કર્યું છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ સિવાય મુંબઈમાં બપોરે 3.30 વાગ્યા સુધીમાં 41.08 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે 16 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે મતગણતરી કરવામાં આવશે અને પરિણામ જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે શિવસેનાએ 1997થી 2022 સુધી BMC પર નિયંત્રણ રાખ્યું હતું, ત્યારબાદ તે બે જૂથો (શિંદે અને ઉદ્ધવ જૂથો)માં વિભાજીત થઈ ગઈ. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે 20 વર્ષ અલગ થયા પછી BMC ચૂંટણી માટે ભેગા થયા છે. બંનેએ મરાઠી ઓળખને પોતાનો મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવ્યો છે. રાજ ઠાકરેએ તેમના કાકા બાલ ઠાકરે સામે બળવો કર્યો અને 9 માર્ચ, 2006ના રોજ પોતાના રાજકીય પક્ષ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રચના કરી હતી.

આ પણ વાંચો: BMC Election 2026 : મતદાન પ્રક્રિયા થઈ પૂર્ણ, ક્યારે આવશે પરિણામ?


  • Follow us on: