મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત રાજ્યની 29 મહાનગરપાલિકાઓમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. સાંજે 5.30 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલી છે. મુંબઈની સાથે સાથે થાણે, નવી મુંબઈ, ઉલ્હાસનગર, કલ્યાણ-ડોંબિવલી, ભિવંડી-નિઝામપુર, મીરા-ભાયંદર, વસઈ-વિરાર, પનવેલ, નાસિક, માલેગાવ, પુણે, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, અમરાવતી, લાતૂર સહિતની મહાનગરપાલિકામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.


BMCના 227 વોર્ડ માટે 1,700 ઉમેદવાર મેદાનમાં

BMCના 227 વોર્ડ માટે આ વખતે 1,700 ઉમેદવાર મેદાનમાં છે. મુંબઈમાં 1.03 કરોડથી વધુ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે મુંબઈ પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ઘણા વિસ્તારોમાં બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું છે, જેથી વાહનોનું કડક ચેકિંગ થઈ શકે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં મોટાભાગના અભિનેતા અને અભિનેત્રીઓએ મતદાન કર્યું છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ સિવાય મુંબઈમાં બપોરે 3.30 વાગ્યા સુધીમાં 41.08 ટકા મતદાન નોંધાયું છે. 

ક્યારે આવશે પરિણામ?

ત્યારે 16 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે મતગણતરી કરવામાં આવશે અને પરિણામ જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે શિવસેનાએ 1997થી 2022 સુધી BMC પર નિયંત્રણ રાખ્યું હતું, ત્યારબાદ તે બે જૂથો (શિંદે અને ઉદ્ધવ જૂથો)માં વિભાજીત થઈ ગઈ. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે 20 વર્ષ અલગ થયા પછી BMC ચૂંટણી માટે ભેગા થયા છે. બંનેએ મરાઠી ઓળખને પોતાનો મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવ્યો છે. રાજ ઠાકરેએ તેમના કાકા બાલ ઠાકરે સામે બળવો કર્યો અને 9 માર્ચ, 2006ના રોજ પોતાના રાજકીય પક્ષ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રચના કરી હતી.

આ પણ વાંચો: BMC Election 2026: મુંબઇનો કિંગ કોણ? મહાયુતિ કે ઠાકરે બંધુઓ? મતદાન માટે લાંબી કતાર


  • Follow us on: