એર ઇન્ડિયા (Air India) પછી હવે દેશની સૌથી મોટી બજેટ એરલાઇન ઇન્ડિગો (IndiGo) એ પણ મોંઘા વિમાન ઇંધણ (ATF), વિદેશી ચલણના ઉતાર-ચઢાવ અને હવાઈ ક્ષેત્ર (Airspace) પર લાગેલી પાબંદીઓના કારણે પોતાના મોટા વિમાનો એટલે કે વાઇડ-બોડી (Wide-body) ફ્લાઇટ્સના ઓપરેશન્સમાં ઘટાડો કરવાનો મોટો નિર્ણય લીધો છે.
આ નવા નિર્ણય હેઠળ ઇન્ડિગો 31 ઓગસ્ટ, 2026થી ભારત અને બ્રિટનના મેનચેસ્ટર (Manchester) વચ્ચે ચાલતી પોતાની તમામ ફ્લાઇટ્સ તાત્કાલિક રીતે બંધ કરવા જઈ રહી છે.
ઇન્ડિગોએ આ કડક નિર્ણય કેમ લીધો? જાણો કારણો
ઈરાન યુદ્ધ અને હવાઈ ક્ષેત્ર પર પાબંદીઓ (Airspace Restrictions)
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ઈરાન યુદ્ધના કારણે ઘણા દેશોના હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધો લાગ્યા છે. જેના કારણે ફ્લાઇટ્સને લાંબા અને વળાંકવાળા માર્ગથી જવું પડે છે. આથી ફ્લાઇટ સમય (Flying Time) ઘણો વધી ગયો છે. લાંબા રૂટના કારણે ઇંધણની વપરાશ ખૂબ વધી ગઈ છે.
આકાશને આંબતી વિમાન ઇંધણ (Jet Fuel)ની કિંમતો
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત $100 પ્રતિ બેરલથી વધુ થઈ જવાથી વિમાન ઇંધણ (ATF)નો ખર્ચ અપેક્ષા કરતાં ઘણો વધારે (considerably higher) થઈ ગયો છે. જેના કારણે આ રૂટ્સ પર ફ્લાઇટ્સ ચાલુ રાખવી નુકસાનકારક સાબિત થઈ રહી હતી.
કંપનીએ શું કહ્યું?
ઇન્ડિગોના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ (નેટવર્ક પ્લાનિંગ અને રેવન્યૂ મેનેજમેન્ટ) અભિજીત દાસગુપ્તાએ જણાવ્યું કે, “અમે મેનચેસ્ટર જેવા મોટા આંતરરાષ્ટ્રીય ગંતવ્યોને ઝડપી રીતે જોડવા માટે આ વાઇડ-બોડી વિમાનોને ટૂંકા સમય માટે ફલિટમાં સામેલ કર્યા હતા અને મુસાફરો તરફથી અમને ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. પરંતુ દુર્ભાગ્યવશ, હવાઈ ક્ષેત્ર પરની પાબંદીઓના કારણે લાંબા થયેલા રૂટ અને ઝડપથી વધતા ઓપરેશનલ ખર્ચને કારણે અમારે તાત્કાલિક રીતે ભારત-મેનચેસ્ટર ફ્લાઇટ્સ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.”