નાણાં મંત્રી નર્મલા સીતારમણે જણાવ્યું કે, જીએસટી (GST) દરોમાં કરવામાં આવેલા સુધારા નો સીધો લાભ સામાન્ય નાગરિકો, ખેડૂતો અને મધ્યમ વર્ગ સુધી પહોંચશે. તેમણે આ વાત જીએસટી કાઉન્સિલના મંત્રીઓના જૂથ (GoM) સાથેની બેઠક દરમિયાન કરી હતી. સરકારનું માનવું છે કે જો ટેક્સ માળખુ સરળ બનાવવામાં આવે, તો લોકો માટે ઘણી રાહત આવી શકે છે
દૈનિક વપરાશની ચીજવસ્તુઓ થશે સસ્તી
જીએસટી દરોમાં ફેરફાર થવાથી રોજિંદા જીવનમાં જરૂરી ચીજવસ્તુઓ પર ટેક્સનો ભાર ઓછો થઈ શકે છે. વિશેષ કરીને ખાદ્ય સામગ્રી, ખેતીથી જોડાયેલી યંત્રસામગ્રી, મધ્યમ વર્ગ વાપરતી સામાન્ય ચીજવસ્તુઓ આ તમામ વસ્તુઓ સસ્તી થઈ શકે છે. આથી મોંઘવારી પર કાબુ મેળવી શકાશે અને લોકોના ખિસ્સા પરનો ભાર પણ ઘટી જશે
જનતા પર અતિરેક ભાર પણ ન પડે
સરકાર હવે એવી ટેક્સ સિસ્ટમ બનાવવા પર ધ્યાન કેંદ્રીત કરી રહી છે, જેમાં રાજસ્વ પણ મળતું રહે અને જનતા પર અતિરેક ભાર પણ ન પડે. જો આ સુધારાઓ અમલમાં મૂકવામાં આવે, તો તે સામાન્ય જનતા, ખેડૂતો અને મધ્યમ વર્ગ માટે મોટી રાહત સાબિત થશે
જીએસટી સુધારાના ત્રણ મુખ્ય સ્તંભ
માલ અને સેવા કર (GST) સુધારા માટે રચાયેલા રાજ્ય મંત્રીઓના સમૂહ (GoM) સાથેની બેઠકમાં નર્મલા સીતારમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારનો સૂચિત સુધારો ત્રણ સ્તંભો પર આધારિત છે જેમાં સંરચનાત્મક સુધારા ,દરોમાં સુસંગતતા અને લોકોના જીવનને સરળ બનાવવું છે.