વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી જીએસટીના દરોને લગતું અતિ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દિવાળી પર દેશને મહત્વની ગીફ્ટ મળશે. મતલબ એ કે દિવાળી સુધી જીએસટીના દરમાં કપાત કરી દેવાશે. આગળની પેઢીના આ સુધારા દિવાળી પહેલા લાગુ કરી દેવાશે એટલે કે એમ કહી શકાય કે સામાન્ય ચીજો પર ટેક્સમાં ઘણો કપાત કરી દેવાશે જેથી દેશમાં ટેક્સ નો બોજો ઓછો થઇ જશે.


ફેરફાર માટે થ્રી પિલર બ્લુપ્રિન્ટ તૈયાર

કેન્દ્રએ હવે આ મહત્વના ફેરફાર માટે થ્રી પિલર બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે જેને આગળ ચર્ચા માટે મંત્રીઓના જૂથને મોકલી દેવાયું છે. જીએસટી પરિષદની આગળની બેઠકમાં આ ફેરફારો પર ચર્ચા કરાશે

 આવનારા સમયમાં ટેક્સના ફક્ત 2 સ્લેબ હશે

સરકારે સંકેત આપી દીધો છે કે આવનારા સમયમાં ટેક્સના ફક્ત 2 સ્લેબ હશે અત્યારે 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 24 ટકા એમ ચાર ટેક્સના સ્લેબ છે. આ ફેરફારો કરાશે તો સામાન્ય માણસનું જીવન આસાન થઇ જશે. જીએસટીના દરોને દિવાળી સુધી આસાન કરી દેવાથી ખેડૂતો, મહિલાઓએ અને મધ્યમ વર્ગ સહિત તમામ વર્ગને તેનો લાભ મળશેતમને જણાવી દઇએ કે જીએસટી લાગુ થવાના 8 વર્ષમાં સરકારનું ટેક્સ કલેક્શન લગભગ 2 લાખ કરોડ રુપિયા મહિને પહોંચી શક્યું છે.

ક્યા ક્યા ફેરફારોનો પ્રસ્તાવ કરાયો

ઇનપુટ અને આઉટપુટ કરદરને એક સમાન કરવા માટે ઇન્વેર્ટેડ શુલ્ક માળખામાં સુધાર કરાશે જેથી ઇનપુટ ક્રેડીટ ટેક્સમાં પણ ઘટાડો થાય. ઉપરાંત ટેકસ માળખાથી જોડાયેલી પરિભાષાઓ અને નિયમોને સરળ કરી દેવાય જેથી વિવાદો ઓછા થાય, આ સાથે ટેક્સ સ્લેબને લાંબા સમય સુધી આવી રીતે જ રખાય જેથી ઉદ્યોગોનો ભરોસો વધે અને વેપાર સારી રીતે થઇ શકે

કર દરનું સરળી કરણ

અત્યારે 5, 12, 18 અને 24 ટકા ના ચાર ટેક્સ સ્લેબ છે જેના બદલે સ્ટાન્ડર્ડ એન્ડ મેરિટના 2 સ્લેબ હશે. સ્પેશયલ રેટ ફક્ત કેટલીક ચુનીંદી આઇટમ પર જ હશે. કોમ્પન્સેસન ઓછું થવાથી નાણાંકિય ખાધની સ્થિતી સારી થઇ છે અને જીએસટી માળખાની જેમ ટેક્સ રેટને તાર્કીક બનાવામાં મદદ મળશે.

લઘુ ઉદ્યોગો અને સ્ટાર્ટઅપના પ્રોત્સાહન પર ફોકસ

જીએસટી દરોને આસાન બનાવીને લઘુ ઉદ્યોગો અને સ્ટાર્ટઅપના પ્રોત્સાહન પર ફોકસ કરાશે તથા ઇન્વેર્ટેડ શુલ્ક માળખામાં બદલાવની સાથે આયાતકારોને ઓટોમેટિક રીફન્ડ મળે અને પહેલાથી ભરાયેલા રિટર્નની સુવિધા જેથી ગરબડ ઓછી થાય 

  • Follow us on: