સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ભારત અને અમેરિકા ટ્રેડ ડીલ અંગે સહમતિ બની નથી. પરંતુ ચર્ચાઓ સકારાત્મક રીતે આગળ વધી રહી છે.
'તમામ વાતો માત્ર પાયાવિહોણી'
ભારત અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલી ડીલ પર હાલમાં ઘણી ચર્ચાઓ થઇ રહી છે. દાવાઓ થઇ રહ્યા છે કે, બન્ને દેશ વચ્ચે કરાર લગભગ નક્કી થઇ ચુક્યા છે. અને ભારત પર લગાવવામાં આવનાર ટેરિફને 50 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે. અને સાથે જ એ પણ કહેવામાં આવ્યુ છે કે, ભારત રશિયા પાસેથી તેલની ખરીદી પણ ઓછી કરશે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામ વાતો માત્ર પાયાવિહોણી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે વાતચીત શરૂ છે. એે હજુ સુધી કોઇ સહમતિ બની નથી.
Also Read
India-US Trade Deal : 'ભારત અને અમેરિકા વચ્ચે હાલ વાતચીત ચાલી રહી છે', ટ્રેડ ડીલ પર પીયૂષ ગોયલનું મોટું નિવેદન
India US Trade Deal: ભારત-અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો યોગ્ય દિશામાં, વિદેશ મંત્રાલયનું મહત્વનું નિવેદન
India US Trade Deal: વેપાર સમજૂતી પર જલ્દી જ સમાધાન નીકળશે, ટ્રમ્પના ટેરિફ વચ્ચે શ્રૃંગલાનું મહત્વનું નિવેદન
ટ્રેડ ડીલ પર વિસ્તારથી વાતચીત
સરકારી સૂત્રોના કહ્યા મુજબ હાલમાં ભારતના કોમર્સ સેક્રેટરીએ અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન દેશના ટ્રેડ ડીલ પર વિસ્તારથી વાતચીત થઇ હતી. આ પહેલા અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરના ભારત પ્રવાસ દરમિયાન બન્ને દેશના મહત્ત્વના મુદ્દાઓ પર ગંભીર વાતચીત થઇ હતી. ગોરની યાત્રા પહેલા અમેરિકા ટ્રેડ ટીમ પણ ભારત આવી હતી. અને એ સમયે પણ મહત્ત્વના મુદ્દાઓ ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી હતી.
બે સૌથી મોટી અર્થવ્યવસ્થા
ભારત અને અમેરિકા દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અને બન્ને દેશો વચ્ચે વેપારી સંબંધો અમુક વર્ષોથી ઘણા મજબૂત થયા છે. ભારત અને અમેરિકાને એન્જિનીયર, ફાર્મા, જેમ્સ-જ્વેલરી અને ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોમાં નિકાસ કરે છે. જ્યારે અમેરિકાથી ભારતમાં રક્ષા ઉપકરણ, ટેક્નોલોજી અને કૃષિ ઉત્પાદનોનું આયાત કરવામાં આવે છે. આ ડીલને બન્ને દેશના આર્થિક ક્ષેત્રે વધારવા માટે સકારાત્મક પગલું ગણવામાં આવી રહ્યુ છે.










