કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ એજન્સી ANI સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે હાલના િવવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. જેમાં એક મુદ્દો 130મું સુધારા બિલને લઇને પણ હતો. જેમાં સરકાર એવુ બિલ લાવી રહી છે કે 30 સુધી જેલમાં કોઇ પીએમ, સીએમ કે મંત્રી રહેશે તો 31માં દિવસે તેણે પદ પરથી રાજીનામુ આપી દેવુ પડશે. આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિગતે વાત કરી હતી. 



શું સરકાર જેલમાંથી ચલાવવી યોગ્ય? - અમિત શાહ

તેમણે કહ્યું કે શું પીએમ ક્યારેય પણ જેલમાં જાય તો શું ત્યાંથી સરકાર ચલાવે તે યોગ્ય છે ? શું સીએમ જેલમાં જાય અને જેલમાંથી સરકાર ચલાવે છે તે યોગ્ય છે ? શું આ દેશમાં એવી માન્યતા છે જે કે વ્યક્તિ જેલમાં છે તેના સિવાય દેશ ચાલશે જ નહી ? તમારા પક્ષની બહુમત છે તો તમારા પક્ષનો વ્યક્તિ જ આવશે અને શાસન ચલાવશે. જ્યારે તમારા જામીન થઇ જાય ત્યારે જરૂર તમે તમારુ પદ મેળવી લો.


વિપક્ષે નૈતિકતાનો પાઠ ભણાવવાની જરૂર નથી- અમિત શાહ

જ્યારે કોંગ્રેસે અમિત શાહ પર સવાલો ઉઠાવ્યા હતા કે તમે પણ જેલમાં ગયા હતા. આ વાતનો પણ અમિત શાહે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે મારા પર આરોપ લાગ્યો જ્યારે મને સમન્સ પાઠવ્યા તેના બીજા દિવસે રાજીનામુ આપી દીધુ. ધરપકડ તો પછીથી થઇ. કેસ ચાલ્યો અને કેસમાં જજમેન્ટ પણ આવ્યુ કે તેમાં પૂર્ણ નિર્દોષ હતો. જામીન મળે પહેલા મળ્યા અને જજમેન્ટ પછી આવ્યું. ક્યાંય પણ દૂર દૂર સુધી આ કેસમાં ઇન્વોલ્વમેન્ટ ન હતું. શંકાના આધારે મને નહ્તો છોડવામાં આવ્યો. મારી સામે આ કેસનો નિકાલ કરવામાં આવ્યો.


મને જામીન મળ્યા તો પણ શપથ લઇને હું ગૃહમંત્રી બન્યો નહી. જ્યાં સુધી મારા પરના આરોપો ખોટા સાબિત ન થયા ત્યાં સુધી મે કોઇ પદ સંભાળ્યુ ન હતું. આથી વિપક્ષે મને નૈતિકતાના પાઠ ભણાવવાની જરૂર નથી. તેમણે વધુમાં કહ્યું કે આજે પણ તેઓ એટલે કે વિપક્ષ પ્રયાસ કરી રહ્યા છે તો જેલમાં જવુ પડે તો આરામથી જેલમાં સરકાર ચલાવીશું. સાથે જ કહ્યું કે હું બે વર્ષ ગુજરાતની બહાર રહ્યો. 


130માં સંશોધન બિલને લઇને શું બોલ્યા અમિત શાહ ? 

130માં સંશોધન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપ્યું છે. મને વિશ્વાસ છે કે 130મું સંશોધક બિલ પાસ થઇ જશે. વિપક્ષના જ કેટલાક લોકો આ બિલના સમર્થનમાં છે.  વિપક્ષ બિલ પર પોતાના વિચારો રજૂ કરી શકે છે. તેઓ તો પ્રયાસ કરી જ રહ્યા છે કે જેલ સીએમ અને પીએમ હાઉસ બની જાય. 

  • Follow us on: