અમદાવાદથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી જ એર ઇન્ડિયાની AI-171 ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી.બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદની એક મેડિકલ કોલેજના હોસ્ટેલ સાથે અથડાયું અને પ્રચંડ વિસ્ફોટ સાથે અગનગોળામાં ફેરવાઈ ગયું હતુ. એર ઇન્ડિયા ટાટા ગ્રુપ દ્વારા સંચાલિત છે. ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને તેમના કર્મચારીઓને એક ભાવુક પત્ર લખ્યો જેમાં 12 જૂનને ગ્રુપના ઇતિહાસનો સૌથી કાળો દિવસ ગણાવ્યો છે. આ પ્રતિક્રિયા ગુરુવારે અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ના ભયાનક અકસ્માત બાદ આવી છે.જેમાં 242 લોકોના મોત થયા હતા. ટાટા ગ્રુપે જાન્યુઆરી 2022 માં એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી.


ટાટા ગ્રુપના ચેરમેને કર્મચારીઓને એક ભાવુક પત્ર લખ્યો 

ચંદ્રશેખરને પત્રમાં લખ્યું છે કે ગઈકાલે જે બન્યું તે અવિશ્વસનીય છે અને આપણે બધા આઘાત અને શોકમાં છીએ. એક વ્યક્તિને ગુમાવવી પણ ખૂબ જ પીડાદાયક છે. પરંતુ એકસાથે આટલા બધા લોકોના જીવ ગુમાવવા અસહ્ય છે. આ ટાટા ગ્રુપના ઇતિહાસના સૌથી કાળા દિવસોમાંનો એક છે.તેમણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં ભારત, બ્રિટન અને અમેરિકાની તપાસ એજન્સીઓની ટીમો અમદાવાદ પહોંચી છે અને અકસ્માતની તપાસ શરૂ થઈ ગઈ છે. તેમણે ખાતરી આપી હતી કે ટાટા ગ્રુપ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે અને જે પણ તથ્યો સામે આવશે તે પારદર્શિતા સાથે શેર કરવામાં આવશે.

એર ઇન્ડિયાની AI-171 ફ્લાઇટ ક્રેશ થઈ

ચંદ્રશેખરને કહ્યું જ્યારે અમે એર ઇન્ડિયાનું સંચાલન સંભાળ્યું ત્યારે અમે મુસાફરોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. આ બાબતે ક્યારેય કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. જ્યાં સુધી અમે બધી હકીકતોની પુષ્ટિ નહીં કરીએ, ત્યાં સુધી અમે કોઈ જાહેર અટકળો નહીં કરીએ, પરંતુ દરેક હકીકત સંપૂર્ણ પારદર્શિતા સાથે શેર કરીશું. નોંધનીય છે કે એર ઇન્ડિયાની AI-171 ફ્લાઇટ અમદાવાદથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી જ ક્રેશ થઈ ગઈ હતી. આ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદની એક મેડિકલ કોલેજના હોસ્ટેલ સાથે અથડાયું હતું અને પ્રચંડ વિસ્ફોટ સાથે અગનગોળામાં ફેરવાઈ ગયું હતું. એર ઇન્ડિયા ટાટા ગ્રુપ દ્વારા સંચાલિત છે.

પીડિત પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી રહી
વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકોનો સમાવેશ થાય છે. ફક્ત એક જ વ્યક્તિને જીવિત બચાવી શકાયો હતો. વિમાન હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું હોવાથી અકસ્માતમાં મૃત્યુઆંક 265 પર પહોંચી ગયો છે. જેમાં રેસિડેન્ટ ડોક્ટરો પણ હાજર હતા. હાલમાં અકસ્માતના કારણની તપાસ ચાલી રહી છે. ફોરેન્સિક ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઉડ્ડયન અધિકારીઓએ સત્તાવાર તપાસ શરૂ કરી છે. એર ઇન્ડિયાએ હજુ સુધી અકસ્માતના કારણ અંગે કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નથી, પરંતુ પીડિત પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.


  • Follow us on: