છત્તીસગઢમાં સુરક્ષા દળોના વધતા દબાણ અને સતત નક્સલ વિરોધી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને, કુખ્યાત મહિલા નક્સલી સુજાતા, જેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઈનામ હતું, તેણે આખરે આત્મસમર્પણ કર્યું છે. અત્યારે છત્તીસગઢના નક્સલી મોરચામાં સુરક્ષા દળોએ જે રીતે એન્કાઉન્ટર શરુ કર્યા છે તે જોતાં નક્સલીઓમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. જેથી બસ્તર વિભાગમાં નક્સલીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન વચ્ચે સુજાતાના શરણાગતિએ માઓવાદી સંગઠનને વધુ એક મોટો ફટકો આપ્યો છે. સુજાતા ઘણા વર્ષોથી દક્ષિણ બસ્તરમાં સક્રિય હતી અને નક્સલીઓના દક્ષિણ સબ ઝોન બ્યુરો ઇન્ચાર્જ રહી ચૂકી છે. સુજાતા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. તે 100થી વઘુ ગુનાઓને અંજામ આપી ચૂકી છે


સુજાતા કુખ્યાત નક્સલી કમાન્ડર કિશનજીની પત્ની છે

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુજાતાએ તેલંગાણામાં આત્મસમર્પણ કર્યું છે. તેના શરણાગતિએ માઓવાદી સંગઠનને મોટો ફટકો આપ્યો છે. આ શરણાગતિ નક્સલી સંગઠન માટે મનોબળ ઘટાડનાર સાબિત થશે. ખાસ વાત એ છે કે સુજાતા કુખ્યાત નક્સલી કમાન્ડર કિશનજીની પત્ની છે, જે થોડા વર્ષો પહેલા પશ્ચિમ બંગાળમાં એન્કાઉન્ટર દરમિયાન માર્યો ગયો હતો. આત્મસમર્પણ કરનાર સુજાતા પોતે સીસી સભ્ય છે અને ઘણા રાજ્યોમાં તેના પર લાખોનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. સુજાતા દક્ષિણ બસ્તરમાં સક્રિય હતી

સુજાતા લાંબા સમયથી છત્તીસગઢના બસ્તર વિભાગમાં સક્રિય

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુજાતા લાંબા સમયથી છત્તીસગઢના બસ્તર વિભાગમાં સક્રિય છે અને મોટા હુમલાઓનું કાવતરું ઘડવામાં સામેલ છે. છત્તીસગઢમાંથી નક્સલવાદને નાબૂદ કરવાના અભિયાનમાં સુજાતાની શરણાગતિને મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. છત્તીસગઢમાં સુરક્ષા દળો દ્વારા નક્સલ વિરોધી કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. આ વખતે વરસાદની ઋતુ દરમિયાન પણ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને ટોચના માઓવાદીઓ એન્કાઉન્ટરમાં સતત માર્યા જઈ રહ્યા છે.

માઓવાદી સંગઠનોને સતત ફટકો

છત્તીસગઢમાં માઓવાદી સંગઠનોને એક પછી એક સતત ફટકો પડી રહ્યો છે. બે દિવસ પહેલા, છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં પોલીસ એન્કાઉન્ટરમાં 10 નક્સલીઓ માર્યા ગયા હતા, જેમાં નક્સલી સીસી સભ્ય મનોજ ઉર્ફે બાલકૃષ્ણનો પણ સમાવેશ થાય છે, જેના માથા પર એક કરોડનું ઇનામ હતું. ગારિયાબંદમાં માર્યા ગયેલા તમામ 10 નક્સલીઓ પર 2.40 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. એક દિવસ પહેલા, સુરક્ષા દળોએ બીજાપુર જિલ્લામાં બે નક્સલીઓને ઠાર માર્યા હતા. નક્સલીઓની ઓળખ હિદમા પોડિયમ અને મુન્ના મડકમ તરીકે થઈ હતી. બંને પર 8 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટર સ્થળ પરથી પ્રતિબંધિત નક્સલી સંગઠનની 303 રાઇફલ, 12 બોરની બંદૂક, વિસ્ફોટકો અને અન્ય વસ્તુઓ મળી આવી છે.

  • Follow us on: