રક્ષામંત્રી રાજનાથ સિંહ આવતા અઠવાડિયે ચીનની મુલાકાત લઈ શકે છે. સંરક્ષણ પ્રધાન શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં હાજરી આપવા માટે ચીનની મુલાકાત લેશે. આ બેઠક દરમિયાન રાજનાથ સિંહ તેમના ચીની સમકક્ષ એડમિરલ ડોંગ જુન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરે તેવી શક્યતા છે. જ્યારે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આ બેઠકનો ભાગ રહેશે, ત્યારે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ પણ આ SCO બેઠકમાં હાજરી આપવાના છે.
PM મોદી ચેનથી નહી સૂવે, દિવસ રાત કામ કરશે
મહત્વનું છે કે રાજનાથસિંહ ઓપરેશન સિંદૂર બાદ પહેલી યાત્રા કરી રહ્યા છે., 25 થી 27જૂન સુધી તેઓ કિંગદાઓમાં શંઘાઇ સહયોગ સંગઠનનો ભાગ બનશે. આ યાત્રા એવા સમયે થઇ રહી છે જ્યારે ભારત અને ચીન, વેપાર, યાત્રા અને સંવાદની સાથે સંબંધોને સામાન્ય બનાવવા માટે કામ કરે છે.
7 વર્ષ પછી ભારતીય મંત્રીની મુલાકાત
7 વર્ષ પછી કોઈપણ ભારતીય મંત્રીની ચીનની આ પહેલી મુલાકાત હશે. અગાઉ એપ્રિલ 2018 માં, તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ચીનની મુલાકાત લીધી હતી. આ પછી હવે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ચીનના પ્રવાસે જઈ રહ્યા છે.
ભારત અને ચીન વચ્ચે આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ છે. ડેપસાંગ અને ડેમચોકમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
ચીન અને ભારત વચ્ચે પરિસ્થિતિમાં સુધારો
ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પરિસ્થિતિ બગડી હતી. આ પછી હવે બંને દેશો વચ્ચેના સંબંધો પાટા પર આવી રહ્યા છે. બંને દેશો ફરી એકવાર સરહદ પર તણાવ ઘટાડવા અને દ્વિપક્ષીય સંબંધો વધારવા માટે વાતચીત કરી રહ્યા છે. અગાઉ લાઓસમાં રાજનાથ સિંહે ADMM-પ્લસ સમિટમાં ચીનના સંરક્ષણ મંત્રી એડમિરલ ડોંગ જુન સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને ચીનના ઉપવિદેશ મંત્રી સન વેઈડોંગ વચ્ચેની તાજેતરની વાતચીત દરમિયાન, ભારતે ચીનના SCO અધ્યક્ષપદ માટે પોતાનો ટેકો પુનરોચ્ચાર કર્યો.