જયપુરમાં કોકરોચ પાર્ટીના સંસ્થાપક અભિજીત દિપ્કેને ભીડે આડે હાથ લીધો. ફાઉન્ડરને જાહેરમાં જ થપ્પડ પડ્યા. જયપુરમાં પ્રદર્શન દરમિયાન આ ઘટના બની. CJP પાર્ટીએ સોમવારે રાજધાનીના સરકારી છાત્રાલયમાં સ્થિત શહીદ સ્મારક ખાતે એક મોટા વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.
જયપુરમાં અભિજિત દિપકે પર હુમલો
રાજસ્થાનના જયપુરમાં 'કોકરોચ જનતા પાર્ટી'ના અભિજીત દીપકેને થપ્પડ મારી દેવામાં આવ્યા હતા. અહેવાલો દર્શાવે છે કે એક અજાણ્યા યુવકે વિરોધ પ્રદર્શન દરમિયાન અભિજીત પર હુમલો કર્યો હતો અને તેને વારંવાર થપ્પડ માર્યા. ત્યારબાદ અભિજીતના સમર્થકોએ તે યુવકને પકડી લીધો હતો અને તેને ભારે માર માર્યો હતો, જેના કારણે ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો.
ત્યારબાદ તે ઘટનાસ્થળેથી ભાગી ગયો. આ દરમિયાન CJI ના કાર્યકરોએ યુવકને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને પકડવામાં નિષ્ફળ ગયા. આ ઘટના બાદ કાર્યકરોમાં રોષ સ્પષ્ટપણે જોવા મળ્યો. આ સમગ્ર ઘટના વચ્ચે, અભિજીતે લોકોને શાંતિ જાળવવા વિનંતી કરી. પોલીસ હવે આરોપી યુવકની શોધ કરી રહી છે.
પોલીસે સશર્ત આપી હતી પ્રદર્શનની મંજૂરી
ઉલ્લેખનીય છે કે સીજેપી દ્વારા આજે જયપુરમાં વિરોધ પ્રદર્શનને લઇને સશર્ત પોલીસની મંજૂરી મળી હતી. પોલીસે કાર્યક્રમમાં 800 લોકોને આવવાની અનુમતિ આપી હતી. પ્રદર્શન શાંતિપૂર્ણ હોય અને કોઇ અવ્યવસ્થા ઉભી ન થાય તે માટે ખાસ નિર્દેશ અપાયા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન NEET પેપર લીક, શિક્ષણ પ્રણાલીમાં સુધારા, યુવા બેરોજગારી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા જેવા મુદ્દાઓ હતા.. વધુમાં, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી.
CJI સૂર્યકાંતની ટિપ્પણીથી શરૂ થયો હતો સમગ્ર વિવાદ
આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત 15 મેના રોજ સુપ્રીમ કોર્ટમાં થયેલી એક સુનાવણી સાથે જોડાયેલી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે વકીલો અને આરટીઆઈ કાર્યકર્તાઓને લઈને એક કડક ટિપ્પણી કરી હતી.
બેન્ચે જણાવ્યું હતું કે, આજકાલના બેરોજગાર યુવા વકીલો પ્રેક્ટિસ છોડીને સોશિયલ મીડિયા અને આરટીઆઈ (RTI) એક્ટિવિઝમ તરફ વળી રહ્યા છે. કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, આવા યુવાનો 'કોકરોચની જેમ સમાજ પર બોજ' બની રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ડિજિટલ આંદોલન: ટૂંક સમયમાં જ કરોડો ફોલોઅર્સ જોડાયા
CJIની આ તીખી ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા અને વિરોધ શરૂ થયો. આના જવાબમાં અને વ્યંગ્ય (સટાયર) તરીકે અભિજીત દીપકેએ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર 'કોકરોચ જનતા પાર્ટી' નામે એક અનોખું ડિજિટલ આંદોલન શરૂ કરી દીધું. યુવા યુઝર્સ વચ્ચે આ આઈડિયા જોતજોતામાં જબરદસ્ત રીતે વાયરલ થઈ ગયો.
આ ડિજિટલ કેમ્પેનને એટલી અભૂતપૂર્વ સફળતા મળી કે 'X' પર તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં પહોંચી ગઈ, જ્યારે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર આ ગ્રુપે 2.2 કરોડ (22 Million)થી વધુ ફોલોઅર્સનો આંકડો વટાવીને એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. હવે અભિવ્યક્તિની આઝાદી અને સરકારી પ્રતિબંધ વચ્ચેની આ લડાઈ કાનૂની સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.
આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?