ઉત્તરાખંડના ધરાલી ગામમાં અચાનક આવેલા પૂર પછી બચાવ કામગીરી ચાલી રહી છે. ભારતીય સેના પણ બચાવકાર્યમાં જોડાઈ છે. વાયુસેનાના MI-17 અને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા લોકોનું રેસ્કયુ કરી સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત SDRF ની ડોગ સ્ક્વોડ પણ કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવામાં રોકાયેલી છે. બચાવ ટીમે 2 દિવસમાં 650 વધુ લોકોને બચાવ્યા છે. લગભગ 300 લોકો હજુ પણ ફસાયેલા હોવાની આશંકા છે. તેમને સુરક્ષિત રીતે બચાવવા માટે યુદ્ધના ધોરણે કાર્ય ચાલી રહ્યું છે.
અગ્નિવીરનું છલકાયું દર્દ













