અયોધ્યા રામ મંદિર નિર્માણ બાદ દાન ચોરીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. એસઆઇટી દ્વારા તપાસ રિપોર્ટ સોંપાયો. 8 લોકો સામે ફરિયાદ કરવામાં આવી અને આજે આઠેય લોકોની ધરપકડકરવામાં આવી છે. ત્યારે આ મામલે સીએમ યોગીએ પણ પ્રતિક્રિયા આપી..


રામ ભક્તોની અગ્નિ પરીક્ષા ન લેશો- સીએમ યોગી 

સીએમ યોગીએ કહ્યું કે આ મામલે દૂધનુ દૂધ અને પાણીનું પાણી કરીને જ રહીશું. રામની આસ્થા પર સવાલ ઉઠાવનારને તમે ઓળખો જ છો. રામ નવમી પર રમખાણો કરનારા આજે આસ્થાની વાત કરે છે.  આરોપ લગાવનારની મનશા સારી લાગતી નથી.  અયોધ્યા મામલે એસઆઇટીની રચના થઇ છે. એસઆઇટીનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થઇ છે. તમારી પાસે પુરાવા ન હોય તો આરોપ લગાવવાનું બંધ કરો. 

કોંગ્રેસે દેશને માત્ર લૂંટ્યો જ નહી પણ...

CM યોગીએ વિપક્ષ પર વાર કરતા કહ્યું કે  એક પક્ષ કહેતો હતો કે ભગવાન રામનું અસ્તિત્વ જ નથી, એટલે કે આ લોકો અયોધ્યાને જ નકારી કાઢવા માંગતા હતા. તેઓ સતત કોર્ટમાં કેસ લડતા રહ્યા, રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ સામે વકીલોની ફોજ ઉભી કરતા રહ્યા, અને બીજી બાજુ એવી પાર્ટી છે જે 'જય શ્રી રામ' ના નારા લગાવનારાઓ પર લાકડીઓ અને ગોળીઓ ચલાવતી હતી..

ભગવાન રામના નામના માત્ર ઉલ્લેખ પર ગોળીબાર કરનારા હવે કહી રહ્યા છે કે શ્રદ્ધા સાથે છેડછાડ થઈ છે... તેઓ રામ નવમી પર રમખાણો ભડકાવશે, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી પર પ્રતિબંધ મૂકશે, કાવડ યાત્રા થતી અટકાવશે, દુર્ગા પૂજા દરમિયાન રમખાણો કરાવશે.. યાદ રાખો, કોંગ્રેસે ફક્ત દેશને લૂંટ્યો જ નહીં, તેમણે તેને ફાડી નાખ્યો. તેમણે બેઈમાની અને ભ્રષ્ટાચારના રેકોર્ડ સ્થાપિત કર્યા, અને તે જ લોકો હવે અયોધ્યા પર આરોપ લગાવી રહ્યા છે?

દૂધનું દૂધ પાણીનું પાણી થઇ જશે- સીએમ યોગી 

આ અસ્વીકાર્ય છે. સરકારનો ઈરાદો સ્પષ્ટ છે..., બધું બધાની સામે આવશે. પરંતુ હું ફરી એકવાર અપીલ કરીશ: રામ ભક્તોની કસોટી ન કરો, તેમની શ્રદ્ધા સાથે છેડછાડ કરવાનું બંધ કરો. જો કોઈ તથ્યો કે પુરાવા નથી, તો આરોપો અને પ્રતિ-આરોપ બંધ કરો, અને જો પુરાવા હોય, તો તેને SIT સમક્ષ રજૂ કરો. સરકાર SITની ભલામણો અનુસાર કાર્યવાહી કરી રહી છે, અને જ્યારે વરિષ્ઠ અધિકારીઓની ટીમ કામ કરી રહી છે, ત્યારે તેના વિશે રાજકીય નિવેદનો આપવાનું બંધ કરો.

  • Follow us on: