મધ્યપ્રદેશમાં 22 બાળકોના મોતનું કારણ બનેલી ઝેરી કફસિરફ Coldrifના કેસ મામલે તપાસમાં વધારો થયો છે. EDએ મની લોન્ડ્રિંગ હેઠળ કાર્યવાહી કરતા સોમવારે ચેન્નાઈમાં 7 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. ઈડીની આ કાર્યવાહી શ્રીસન ફાર્માની વિરૂદ્ધ મધ્યપ્રદેશ પોલીસની FIR અને તમિલનાડુમાં લાંચ મામલે દાખલ થયેલી FIRનું સંજ્ઞાન લેતા કરી છે.
કાર્તિકેયનની જુલાઈમાં લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી
ઈડીએ શ્રીસન ફાર્માના મુખ્ય કર્મચારીઓ અને TNFDAના ધરપકડ કરેલા પ્રભારી નિર્દેશક પીયૂ કાર્તિકેયનના પરિસરોની તપાસ કરી. કાર્તિકેયનની જુલાઈમાં લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ઈડીના સુત્રો મુજબ બનાવટી કફસિરફના વેચાણથી કમાયેલા પૈસા PMLA હેઠળ ગુનાહિત કમાણી છે અને એજન્સી તેને સાબિત કરવા માટે પુરાવા એકત્ર કરી રહી છે.













