મહારાષ્ટ્રના હાલના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં આ નામને મંજૂરી આપવામાં આવી છે. સીપી રાધાકૃષ્ણન તમિલનાડુના રહેવાસી છે. ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં ઉગ્ર ચર્ચા બાદ તેમના નામ પર નિર્ણય લેવામાં આવ્યો છે. જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપ સંસદીય બોર્ડે એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામ નક્કી કર્યું છે. અમે સર્વસંમતિથી ઉપરાષ્ટ્રપતિનું નામ નક્કી કરવા માગતા હતા. સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે અમારા ઉમેદવાર હશે. હાલમાં તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે.


કોઈમ્બતુરથી 2 વખત સાંસદ રહી ચૂક્યા છે સીપી રાધાકૃષ્ણન

તમને જણાવી દઈએ કે ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન એટલે કે સીપી રાધાકૃષ્ણન કોઈમ્બતુરથી 2 વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમનો જન્મ 20 ઓક્ટોબર 1957ના રોજ તમિલનાડુના તિરુપુરમાં થયો હતો. તેઓ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રહ્યા છે અને હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે (31 જુલાઈ 2024થી અત્યાર સુધી). આ પહેલા તેઓ ઝારખંડના રાજ્યપાલ પણ હતા. તેઓ 18 ફેબ્રુઆરી 2023થી 30 જુલાઈ 2024 સુધી ઝારખંડના રાજ્યપાલ હતા.

તમિનલાડુમાં 93 દિવસની રથ યાત્રા કાઢી હતી

તેમના પોતાના રાજકીય જીવનની શરૂઆત RSS અને જનસંઘથી કરી છે. તે 1998 અને 1999માં કોઈમ્તુરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. 2003થી 2006 સુધી તમિલનાડુ ભાજપના અધ્યક્ષ પણ રહ્યા છે. તેઓ તમિનલાડુમાં 93 દિવસની રથ યાત્રા કાઢી હતી. જેનો ઉદ્દેશ્ય નદીઓને એકબીજા સાથે જોડવાનો, આતંકવાદની વિરૂદ્ધ જાગૃરૂકતા લાવવાનો હતો. સંસદમાં તે કાપડ ઉદ્યોગ પર સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા. સાથે જ ઘણા નાણાકીય અને સાર્વજનિક ઉપક્રમો સાથે જોડાયેલી સમિતીઓમાં સક્રિય ભૂમિકા નિભાવી છે. તેમને વીઓ ચિદબરમ્ કોલેજ કોઈમ્તૂરથી BBAની ડીગ્રી મેળવી છે. 

  • Follow us on: