ઉત્તર પ્રદેશના આગરામાં ધર્માંતરણ સાથે જોડાયેલા કેસમાં મહત્ત્વનો ખુલાસો થયો છે. ગુપ્તચર એજન્સીઓની તપાસમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. ધર્માંતરણ હેઠળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ભારતમાં 'લેડી બ્રિગેડ' સ્લીપર સેલ તૈયાર કરી રહી હતી. આ સિન્ડીકેટનુ જાળ માત્ર ભારતમાં જ નહી પણ કેનેડા, ઇંગ્લેન્ડ, ફિલિપાઇન્સ અને ખાડી દેશ સુધી ફેલાયા છે.


ઓનલાઇન ઇસ્લામ ધર્મની ટ્રેનિંગ

ધર્માંતરણ કરાવ્યા બાદ યુવતીઓને કટ્ટરપંથીઓના માર્ગ પર મોકલવામાં આવતી હતી. આ ષડયંત્ર પાછળ બે યુટ્યુબર સાહિલ અદીબ અને તનવીર અહમદનું નામ સામે આવ્યુ છે. જેઓ ઓનલાઇન દ્વારા હિન્દુ યુવતીઓને ઇસ્લામ ધર્મની ટ્રેનિંગ આપી રહ્યા હતા. આ બન્ને યુટ્યુબર ISI માટે કામ કરી રહ્યા હતા. તપાસમાં સામે આવ્યુ છે કે, ફિલીપાઇન્સમાં આવેલુ એક એનજીઓ ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ ‘GO Fund Me’ હેઠળ ધર્માંતરણ સિન્ડીકેટને સતત ફંડ આપી રહ્યુ હતુ. આ ફંડિંગ માટે ક્રિપ્ટોકરન્સી અને અમેરિકી ડૉલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આતંકવાદી ષડયંત્રના મળ્યા સંકેત

કેનેડામાં રહેતો સૈયદ દાઉદ આ સિન્ડીકેટને આર્થિક મદદ કરી રહ્યો હતો. દાઉદ મૂળ મધ્યપ્રદેશના ગાંધીનગરનો રહેવાસી છે. તે કેનેડામાં એક ઇસ્લામિક સેન્ટર પણ ચલાવે છે. જે શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, શ્વેત દાનના નામે ઇંગ્લેન્ડથી આ સિન્ડીકેટને ભંડોળ પણ મોકલવામાં આવી રહ્યું હતું. પીડિત છોકરીઓને માત્ર ધર્માંતરણ માટે ઉશ્કેરવામાં આવતી નહોતી. પરંતુ તેમને જેહાદ અને કટ્ટરપંથી વિચારધારા તરફ પણ વાળવામાં આવી રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ગેંગ છોકરીઓને ગલ્ફ દેશોમાં મોકલવાનો પણ ઇરાદો ધરાવતી હતી, જ્યાં તેમનો ઉપયોગ મોટા ષડયંત્ર હેઠળ થઈ શકે છે. વોટ્સએપ પાંખ દિલ્હીમાં સક્રિય હતી. જ્યાં ધર્માંતરણ માટે પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત, કાશ્મીરમાં એક માસ્ટરમાઇન્ડ હેરિસની ઓળખ કરવામાં આવી છે. જેની શોધ હવે તેજ કરવામાં આવી છે. આ સમગ્ર કેસમાં આતંકવાદી ષડયંત્રના સંકેત મળ્યા બાદ, યુપી એટીએસ તેમજ કેન્દ્રીય તપાસ એજન્સીઓ સક્રિય થઈ છે. 

  • Follow us on: