આગરા ધર્માંતરણ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ધર્માંતરણની આડમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ની એક મોટા ષડ્યંત્રનો પર્દાફાશ થયો છે. ISI ભારતમાં ધર્માંતરણના બહાને 'લેડી બ્રિગેડ' અને સમગ્ર ભારતમાં 'લેડી સ્લીપર સેલ' તૈયાર કરવાનું આયોજન કરી રહી હતી.


NGO દ્વારા ફંડિંગ, ક્રિપ્ટો કનેક્શન

ધર્માંતરણ માટે રીપિયા ફિલિપીન્સમાં એક NGO, Go Fund Me ને મોકલવામાં આવી રહ્યા હતા. તપાસમાં ક્રિપ્ટો અને ડોલરમાં ફંડિંગના પુરાવા મળ્યા છે. આ સિન્ડિકેટને કેનેડા અને ઇંગ્લેન્ડથી 'વ્હાઈટ' ફાળાના સ્વરૂપમાં ભારતમાં રૂપિયા મળી રહ્યા હતા.

વોટ્સએપ વિંગ અને જેહાદ માટે ઉશ્કેરણી

તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં પણ ધર્માંતરણના આ સિન્ડિકેટની એક વોટ્સએપ વિંગ સક્રિય હતી. પીડિત છોકરીઓને આ સિન્ડિકેટ દ્વારા જેહાદ માટે પણ ઉશ્કેરવામાં આવી રહી હતી. પાકિસ્તાનના યુટ્યુબર તનવીર અહમદ અને સાહિલ અદીબનો પર્દાફાશ થયો છે. જેને આ ધર્માંતરણ સિન્ડિકેટમાં ભારતની પીડિત છોકરીઓને ઇસ્લામ ધર્મ અપનાવા માટે ઓનલાઈન ટ્રેનિંગ આપતા હતા.

પાકિસ્તાનના આ બે લોકો હોઈ શકે છે માસ્ટરમાઇન્ડ

આ બંને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે કામ કરે છે. આ સિન્ડિકેટને કેનેડામાં હાજર સૌયદ દાઉદ ફંડિંગ કરી રહ્યો છે. સૈયદ દાઉદ મધ્યપ્રદેશના ગાંધીનગરનો રહેવાસી છે અને કેનેડામાં ઇસ્લામિક સેન્ટર ચલાવે છે. આ કેસમાં કાશ્મીરના એક માસ્ટરમાઈન્ડ હૈરિસની પણ તલાશ ચાલી રહી છે. છોકરીઓને ગલ્ફ દેશોમાં મોકલવાનો પણ પ્લાન હતો. આ મામલામાં ટેરર એંગલ પર પણ તપાસ ચાલુ છે. ઉત્તર પ્રદેશ ATS ઉપરાંત કેન્દ્રીય એજન્સીઓ પણ ટેરર એંગલ પર કામ કરી રહી છે.


  • Follow us on: